Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સુરેન્‍દ્રનગર વાડીલાલ ચોકમાં આડેધડ પાર્કિંગ

વઢવાણ તા.૭ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં હાલ ટ્રાફીક સમસ્‍યા વકરી છે. જેનું મુખ્‍ય કારણ જાહેર રસ્‍તાઓ પર આડેધડ વાહન પાર્કિંગ છે સુરેન્‍દ્રનગર જિલ્લાની બજારો તેહવારોમાં જનમેદનીથી ખરીદી માટે ભરાઇ જાય છ.ે ત્‍યારે આડેધડ અને મનફાવે તેમાં પાર્કિંગના કારણે જિલ્લાના સાકળા રોડ કલાકો સુધી બ્‍લોક રહે છે. જેના કારણે ત્‍યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ટ્રાફીકમાં કલાકો સુધી ફસાવું પડે છ.ે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરના વાડીલાલ ચોક વિસ્‍તારમાં છેલ્લા અનેક સમયથી ટ્રાફીક જામની સમસ્‍યાએ માત્રા મુકી છે. ત્‍યારે આડેધડ વેપારીઓ દ્વારા વાહન પાર્કિંગના કારણે ટ્રાફીક સમસ્‍યા ઉદ્દભવે છે. ત્‍યારે જો વાહન ચાલક વેપારીને કે તો સામે ન બનાવો જોવા મળી રહેલ છે આ વિસ્‍તારમાં ટ્રાફીક પોલીસનો  પોઇન્‍ટ હોવા છતાં આડેધડ પાર્કિંગ થાય છે.

અનેક ભરચક વિસ્‍તારોમાં ટ્રાફીક સમસ્‍યા વકરી છે ત્‍યારે જિલ્લાના ૮પ% કોમ્‍પ્‍યુલેકસમાં પાર્કિંગ અને બે દાદરાની નથી છતા કોમ્‍પ્‍લેકસ બનાવવાની પરવાનગી આપી દેવામાં આવે છે. તંત્ર જિલ્લાના ૬૦% કોમ્‍પ્‍લેકસના પરવાનેદારો રાજકારણમાં સબકડાયેલા છે ત્‍યારે આ બાબતે તંત્ર ગંભીરતા આપે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.

(10:41 am IST)
  • એમપીના ચીફ જસ્ટિસ તરીકે રવિશંકર જહાની નિમણૂક:મધ્યપ્રદેશના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કેન્દ્ર સરકારે જસ્ટિસ રવિશંકર જહાની વરણી કરી છે. access_time 12:42 am IST

  • વિપક્ષોને કળ વળી નથી ત્યાં ભાજપ ટૂંક સમયમાં દેશવ્યાપી સભ્યનોંધણી ઝૂંબેશ શરૂ કરશે : લોકસભામાં પ્રચંડ વિજય મેળવ્યાના પગલે હજુ કોંગ્રેસ અને વિપક્ષોને કળ વળે તે પહેલા આગામી મહિનાઓમાં જ ભારતીય જનતા પક્ષ રાષ્ટ્ર વ્યાપી સભ્યપદ ઝૂંબેશ શરૂ કરી રહ્યાનું જાણવા મળે છે access_time 1:08 pm IST

  • રાજકોટમાં સાંજે ૫ વાગ્યે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ : ૧૩ કિ.મી.ની ઝડપે ગરમ લૂં ફૂંકાઈ access_time 6:19 pm IST