Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સુત્રાપાડાના દરિયામાં મુળ દ્વારકાની હોડીને મોટી શીપે હડફેટે લેતા ૪ માછીમારોનો બચાવઃ ૧ લાપતા

ગીર સોમનાથ :રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે ક્યારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુત્રાપાત્રાના દરિયામાં એક હોડી અને એક મોટી શિપ ટકરાયા હતા. મૂળ દ્વારકાની હોડીને મોટી શિપે અડફેટે લીધી હતી. જેને કારણે હોડીમાં સવાર 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર માછીમારોનો આબાદ બચાવ થયો હતો. પણ એક માછીમાર હજી પણ લાપતા છે.

આજે વહેલી સવારે દરિયામાં અકસ્માતની ઘટના બની હતી. જેને કારણે માછીમાર સમુદાયમાં ચિંતા વ્યાપી ગઈ હતી. લાપતા માછીમારની શોધખોળ માટે વેરાવળ સહિતના આજુબાજુના બંદરોની બોટો કામે લાગી ગઈ છે. મામલે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરાઈ છે. તો ટક્કર મારનાર શિપ કઈ હતી તે વિશે પણ શોધખોળ ચાલી રહી છે.

(5:28 pm IST)
  • વિપક્ષોને કળ વળી નથી ત્યાં ભાજપ ટૂંક સમયમાં દેશવ્યાપી સભ્યનોંધણી ઝૂંબેશ શરૂ કરશે : લોકસભામાં પ્રચંડ વિજય મેળવ્યાના પગલે હજુ કોંગ્રેસ અને વિપક્ષોને કળ વળે તે પહેલા આગામી મહિનાઓમાં જ ભારતીય જનતા પક્ષ રાષ્ટ્ર વ્યાપી સભ્યપદ ઝૂંબેશ શરૂ કરી રહ્યાનું જાણવા મળે છે access_time 1:08 pm IST

  • મુંબઇમાં પ્રી મોન્સુન વરસાદ : ગઇકાલથી મુંબઇમાં હળવો પ્રી મોન્સુન વરસાદ શરૂ થતા બફારાથી ત્રાહિમામ લોકોને થોડી રાહત થઇ access_time 3:34 pm IST

  • જાણીતા પંજાબી ગાયક શ્રી દલેર મહેંદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી access_time 11:07 pm IST