Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

વઢવાણ-સુરેન્દ્રનંગર, તા.૭:  સંયૂકત રાષ્ટ્ર સંદ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્ત્।મ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી પ્રતિ વર્ષે ર૧ મી જુનની વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. 

 વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત સમગ્ર ભારતવર્ષમાં એક સાથે અનેકવિધ સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાનાર છે.

 જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિનની ઉજવણી તા.૨૧ મી જુનના રોજ કરવામાં આવનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, શાળા-મહાશાળા સહિતના વિવિધ સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાનાર છે. 

જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ યોગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શ્રી એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ-સુરેન્દ્રનગર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત ત્રિમંદિર મુળી રોડ, જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર, મેળાનું મેદાન વઢવાણ, એસ.પી. વિદ્યાલય તેમજ હવાઈ મહેલ વઢવાણ ખાતે ઉજવણી થનાર છે તેમજ જિલ્લાના રમણીય સ્થળોએ પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે, તો આ ઉજવણીમાં દરેક નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. 

     આ ઉપરાંત જિલ્લાકક્ષાએ તમામ કેન્દ્રો પર ૫૦ હજાર તેમજ તમામ તાલુકાકક્ષા અને નગરપાલિકા કક્ષાના ૨ - ૨ કેન્દ્રો પર તેમજ  કોલેજો, માધ્યમિક-પ્રાથમિક શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વકીલ મંડળ, ડોકટર એસોશીએશન, વેપારી મંડળ, કર્મચારીઓ, નાગરિકો, વિદ્યાર્થીઓ સહિત ૨ લાખ કરતા વધુ લોકો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલ, પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેદ્યાણી, અધિક નિવાસી કલેકટરશ્રી ચંદ્રકાંત પંડયા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, પતંજલી, આર્ટ ઓફ લીવીંગ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૨.૨)

(12:34 pm IST)