Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અપરિણીત હોવાનું જણાવી જામનગરની મહિલા સાથે રજીસ્ટર્ડ લગ્ન કરી ગર્ભ રાખી દઇ છેતરપીંડી કર્યાની રાજસ્થાની સામે રાવ

જામનગર, તા.૭: અહીં ઢીંચડા રીંગ રોડ તિરૂપતીપાર્ક–ર માં રહેતી સમાબેન રસીકભાઈ આહીર ઉ.વ. ૩ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. રર–૩–૧૭ થી તા. ૭–૬–૧૮ દરમ્યાન આરોપી શરદ સુખદેવ સાંખલાએ પોતે અપરણીત હોય તેવું જણાવી ફરીયાદી સાથે રજી. લગ્ન કરેલ અને પ્રથમ પત્નિ સાથે પોતે છુટાછેડા લીધેલ હોય તેવો નોટરી લખાણવાળો ખોટો દસ્તાવેજ રજૂ કરેલ અને ત્યારબાદ આરોપી શરદ સુખદેવ સાંખલા અવારનવાર ફરીયાદીને મુકીને પોતાના વતનમાં જતો રહેતો હોઈ અને ફરીયાદી સાથે અવાર નવાર શારીરીક સંબંધ બાંધી ફરીયાદીને ગર્ભ રાખી ફરીયાદી સાથે ઠગાઈ કરી તેમજ આરોપી  શરદ સુખદેવ, રાજકુમાર, મુરારી મુલચંદ, પંકજ કાનારામ સોની રહે. બધા રાજસ્થાનવાળાઓએ ફરીયાદીના ઘરે જામનગર આવી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

પુત્રીનું અપહરણ કર્યાની રાવ

અહીં રામેશ્વરનગર માટેલ ચોક નવજીવન સોસાયટી જય લુણાઈ કૃપામાં રહેતા નગીનભાઈ મેરામણભાઈ જાદવ ઉ.વ. ૪૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, પોતાની પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ છે.

મારી નાખવાની ધમકી

લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા વેજાભાઈ જીવાભાઈ ગોરડીયા ઉ.વ. ૬ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ સાહેદ કુલાસબાની જમીન વાવવા રાખેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી અજય ડાયાભાઈ ભરવાડ તેની પત્નિ, ડાયાભાઈ ધુંધાભાઈ, મહેશ ડાયાભાઈ રહે. બધા રાવલસર વાળાઓએ ફરીયાદી ખેતરેથી જતા રહેવાનું કહી જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાફો મારી તેમજ અન્ય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

દારૂ મળી આવ્યો : આરોપી ફરાર

શેડવડાળા પોલીસ મથકના એસ.પી.ચૌહાણએ લલોઈ ગામની સીમમાંથી કોઈ અજાણ્યો ઈસમ ઇગ્લીશ દારૂની ૭ બોટલો સીમમાં મુકી નાશી જતા પોલીસે દારૂની બોટલ કિંમત રૂ. ૩પ૦૦ જપ્ત કરી ગુન્હો દાખલ કરેલ છે. (૨૩.૯)

(12:32 pm IST)