Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગાંધીધામની જૈસુ શીપીંગ કંપની સામે ૧૧ કરોડની છેતરપીંડી અંગે ફરીયાદ

 ભૂજ, તા. ૭ : એક સમયે શીપીંગ વ્યવસાયમાં અગ્રેસર ગણાતી ગાંધીધામની જૈસુ શીપીંગ કંપની નાણાકીય મુશ્કેલીઓ વચ્ચે વિવાદમાં ફસાઇ છે. મુંબઇના લોકનાથ અપન્ના રાઉલોએ જૈસુ શીપીંગ કંપનીના ૮ ડાયરેકટરો અને આ કંપની ખરીદનારા ત્રણ વ્યકિતઓની સામે ૧૧ કરોડની છેતરપીંડીની ફરીયાદ કંડલા પોલીસમાં કરી છે. જેમની સામે ફરીયાદ કરાઇ છે તેમનાં નામ કનૈયાલાલ કેવલરામાણી, મોહન લાલજી, કેવલરામાણી, પ્રીતમ કેવલરામાણી, વીનેશ કેવલરામાણી, રાજેશ કેવલરામાણી, સંજય કેવલ રામાણી, પુષ્પા કેવલરામાણી અને મૃત્યુ પામનાર ચાંદાજી કેવલરામાણી એમ કુલ ૮ મુળ ડાયરેકટરો ઉપરાંત આ કંપની ખરીદનાર અરૂણ વઘાસીયા, પ્રતીક રમેશચંદ્ર શાહચ, કેતન વિનોદચંદ્ર શાહની વિરૂધ્ધ તેમનાં કામ પેટેના ૧૧ કરોડ ૩૮ હજાર રૂપિયા બાકી હોવા છતાંયે નહીં આપવા આ અંગે લોકનાથ અપન્ના રાઉલોએ ફરીયાદ કરી છે. ફરીયાદમાં લોકનાથ સિવાય અન્ય લેણદારોનાં રૂપીયા ચુકાયા વગર જ કેવલરામાણી પરિવારે કંપની બારોબાર વૈચી નાખવાના કૃત્યને પણ પડકારી અને નવા ડાયરેકટરો સામે ફરીયાદ કરી છે. (૯.૧) 

(12:01 pm IST)