Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કોટડા બંદરની યુવતિ સાથે સગાઇ કરી, શરીર સુખ માણી, બીજી યુવતિ સાથે લગ્ન કરી લીધાઃ ગામના જ યુવાન સામે ફરીયાદ

કોડીનાર તા. ૭ :.. કોડીનાર તાલુકાના કોટડા ગામની એક યુવતીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને તેમની ઇચ્છા વિરૂધ્ધ શારીરિક શોષણ થયા અંગેની આ યુવતીએ દશ દિવસ પહેલા કોડીનાર પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદના દશ દિવસ વિતી જવા છતાં પોલીસે કોઇ જાતના પગલા  નહી લેતા આ યુવતીએ જીલ્લા પોલીસવડા અને  ડી.આઇ. જી.  સમક્ષ ન્યાયની ધા નાખી છે.

વિગત એવી છે કે, કોટડા બંદર ગામે  રહેતી ભારતીબેન બાબુભાઇ ચાવડા ને તેજ  ગામના વિરેન્દ્ર રામજીભાઇ બારૈયા સાથે પ્રેમ સબંધ હોઇ ગત તા. ૧૭-૮-ર૦૧૭ ના રોજ જ્ઞાતિના રીવાજ મુજબ સગાઇ કરી હતી. જેની નોંધ જ્ઞાતીમાં રીવાજ પ્રમાણે રૂ. ૧૦૦ ભરી સમાજમાં કરાવી હતીબાદ વિરેન્દ્રએ ભારતીબેનને સમજાવેલ કે હવે તો આપણા લગ્ન થવાના છે. એમાં ભારતીબેને ના પાડવા છતાં તેની ઇચ્છા વિરૂધ્ધ વિરેન્દ્રએ શરીર સૂખ માણ્યુ હતું. બાદ ગત તા. ર૮-પ ના રોજ વિરેન્દ્રએ બીજી અન્ય યુવતી સાથે રાજીખુશીથી લગ્નગ્રંથીથી જોડાયા અંગે અખબારમાં જાહેરાત આપતા ભારતીબેન ચોકી ઉઠયા હતા અને તે જ દિવસે કોડીનાર પોલીસ સ્ટેશનમાં વિરેન્દ્ર વિરૂધ્ધ ફરીયાદ આપી હતી. પરંતુ વિરેન્દ્ર પહોંચતા માણસ હોઇ પોલીસે તેની આજદિન સુધી કોઇ ફરીયાદ નહી લેતા છેવટે ભારતીબેને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી પોતાને થયેલા અન્યાય અંગે ન્યાય મેળવવા માગણી કરી છે.

(12:01 pm IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST