Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પોસ્ટલ કર્મચારીઓની હડતાલ પૂરી થતા આજે સવારે ૭ વાગ્યાથી ગામડાઓમાં ટપાલ-પાર્સલનું વિતરણ શરૂ

રાજકોટ જીલ્લાની ર૦૦ ગ્રામ્ય પોસ્ટ ઓફીસો ધમધમીઃ તાલુકા મથકે ટપાલ-પાર્સલો માટે વહેલી સવારથી કાર્યવાહી

રાજકોટ તા. ૭: ચાલતી અચોક્કસ મુદતની હડતાલ સરકાર તરફથી વાટા-ઘાટો સફળ રહેતા આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ ગામડાઓની પોસ્ટ ઓફીસો પુનઃ ધમધમી ઉઠી છે, દરેક જીડીએમ કર્મચારીઓને ફરજ પર હાજર થઇ જવા આદેશ અપાયો છે.

આ ઉપરાંત બ્રાન્ચ પોસ્ટ ઓફિસનું પડતર કામ વ્હેલી તકે પૂર્ણ કરવા દરેક કર્મચારીઓને અનુરોધ કરાયો હતો.

આજથી રાજકોટ જીલ્લાની ર૦૦ ગ્રામ્ય પોસ્ટ ઓફીસોની ટપાલો માટે તાલુકા મથકેથી વાહનો રવાના કરાયા હતા, અને સવારે ૭ વાગ્યાથી જ ગ્રામ્ય ડાક સેવકો દ્વારા ટપાલ-પાર્સલોનું વિતરણ શરૂ કરી દેવાયું હતું.

હડતાલ ઉપર ગયેલા તમામ કર્મચારીઓના પગારમાં વધારો, એરીયર્સ, અન્ય ભથ્થા, સાતમા પગાર પંચનો લાભ, વિમા પોલીસી સહિતની બાબતનો સરકારે સ્વીકારી લેતા ગઇકાલે સાંજે હડતાલ પૂરી કરી લેવાઇ હતી, અને રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે ફટાકડા ફોડી-મીઠા મોઢા કરાવી વિજય મનાવાયો હતો.

(12:00 pm IST)