Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા અને પવનનું જોર વધ્યુ

સુરેન્દ્રનગરમાં ૪૨.૩ રાજકોટ ૪૧.૩ ડિગ્રી મહત્તમ તાપમાનઃ બફારો વધ્યો

રાજકોટ, તા.૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી હવામાનમાં પલ્ટો આવ્યો છે અને વાદળાનું પ્રમાણ વધ્યુ છે અને ગરમીમાં પણ ઘટાડો થયો છે જયારે પવનનું જોર વધ્યુ છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે અને બફારાનો અહેસાસ થાય છે.

ગઇકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરનું ૪૨.૩ ડિગ્રી રહ્યુ હતુ જયારે અમદાવાદમાં ૪૧.૯ (ડિગ્રી)

ડીસા   ૪૧.૬    ''

ગાંધીનગર      ૪૧.પ    ''

ભાવનગર      ૪૧.પ    ''

રાજકોટ ૪૧.૩    ''

મહુવા (સુરત)  ૪૦.૦    ''

કંડલા એરપોર્ટ  ૪૧.૯    ''

ન્યુ કંડલા       ૩૮.૭    ''

ભુજ    ૩૮.૨    ''

પોરબંદર       ૩પ.પ    ''

વેરાવળ        ૩૪.૨    '' અને

દ્વારકામાં        ૩૪.૨    '' ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

(11:59 am IST)