Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કચ્છના જૈન પરિવારની ર સગી બહેનોના મોત

ભુજ, તા. ૭ : મુંબઇથી દેવલાલી જૈન ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જતા મૂળ કચ્છના વાગડના જૈન પરિવારની અર્ટીગા કાર નાસિક હાઇવે ઉપર સામે આવતા વાહન સાથે અથડાઇ પડતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગી બહેનોના મોત નિપજયા હતાં. જયારે બે ઘાયલ થયા હતાં.

વર્ષાબેન અજીત છાડવા (મૂળ ભચાઉ અને હાલ પાર્લા (મુંબઇ) અને મિનાક્ષીબેન હસમુખ છેડા (મૂળ ભચાઉ અને હાલે  અંધેરી મુંબઇ) એ સગી બે બહેનોના કમકમાટીભર્યા મોત નિપજયા હતાં.

જયારે અન્ય બે જણા ધનસુખ ચોપશી છેડા અને ભાવનાબેન ધનસુખ છેડાને ઇજાઓ થતા થાણા મધ્યે જયુપીટર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માતને પગલે કચ્છના જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(4:17 pm IST)