Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કચ્છમાં જિલ્લા સંગઠનથી નારાજ મુખ્યમંત્રી અને પ્રદેશ સંગઠને ભ્રષ્ટાચાર મુકત વહીવટ દ્વારા પ્રજાનો વિશ્વાસ જીતવા કરી ટકોર

ભૂજ, તા. ૭ :. કચ્છની નગરપાલિકાઓ અને તાલુકા-જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની સેન્સ માટે મંગળવારે ગાંધીનગરમાં કમલમ્ ખાતે મળેલી બેઠકમાં કચ્છમાં ભાજપના શાસનમાં રહેલી કચ્છ જિલ્લા પંચાયત, ભૂજ-અંજાર-ગાંધીધામ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અંગેની ફરીયાદો, મીડીયાના અહેવાલો ઉપરાંત પક્ષના વરીષ્ઠ આગેવાનોની રજૂઆતોને પગલે પ્રદેશ સંગઠન અને મુખ્યમંત્રી વિજયભાઈએ કચ્છના શાસનકર્તાઓ ઉપરાંત જિલ્લા સંગઠનને ખખડાવ્યું હતું. ૨૦૧૯ પહેલા પ્રજામાં સ્વચ્છ અને સારા વહીવટ સાથે પ્રજાનો વિશ્વાસ જીતવા ટકોર કરી હતી.(૨-૧૨)

(11:56 am IST)