Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કચ્છમાં પતિના મોત બાદ કોઇના કહયામાં ન રહેનાર કમળા ગઢવીની હત્યા

પિયરીયા અને સાસરીયા દ્વારા મૃતદેહ સ્વીકારવા ઇન્કારઃ હત્યા કરનારાની શોધખોળ

ભુજ તા.૭: ચાર દિવસ પહેલા ભુજ ના પાલારા મહાદેવ પાસે ઝાડીમાંથી મળી આવેલ પેન્ટ શર્ટ પહેરેલ યુવતીની લાશ ની અંતે ઓળખ થઇ ગઇ છે.

ભુજ એ ડિવિઝન પીઆઇ જલુનાં જણાવ્યા પ્રમાણે માથું છુંદાયેલી હાલતમાં મળી આવેલી ૩૫ વર્ષીય મૃતક યુવતી નું નામ કમળા રાણશી ગઢવી છે, તે મુળ માંડવી ના બાડા ગામની છે અને હાલ રાયધણપર (ભુજ) ગામે રહેતી હતી. તેની લાશનો કબ્જો સંભાળવાનો તેના પિયરીયા અને સાસરીયાઓએ ઇન્કાર કરી દીધો છે.

તેનું કારણ ૩૫ વર્ષીય કમળા વિધવા હતી અને દસેક વર્ષ પહેલા તેના પતિના મોત નીપજયા બાદ તે કોઇના કહયામાં નહોતી અંતે પોલીસે તેના માસીયાઇ ભાઇની મદદ લઇને લાશની અંતિમ વિધિ કરી હતી.જો કે, કમળાનો હત્યારો હવે પોલીસની નજર માં છે અને ટૂંક સમયમાં જ પોલીસ તેને દબોચીને હત્યાનો ભેદ ઉકેલી નાખશે.

(11:55 am IST)