Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બોટાદ જિલ્લામાં ૧૫૩ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળશે

બોટાદ, તા.૭: બોટાદ જીલ્લામાં પાલક  માતા-પિતા યોજના અન્વયે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી દ્રારા અત્યાર સુધી ૧૩૬ બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા આવેલ અરજીઓની ઘર તપાસ અહેવાલ કરી. સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્રારા નવી આવેલ-૧૭ અરજીઓને SFCAC કમિટીમાં મંજુરી અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અધ્યક્ષસ્થાને મીટીંગમાં રજુ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ અને સભ્યો દ્રારા અરજીઓની ચકાસણી કરી આ તમામ -૧૭ અરજીઓને મંજુર કરવામાં આવી છે. જેથી હવે બોટાદ જીલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૧૫૩ બાળકોને આ યોજનાનો લાભ મળશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ યોજનામાં માતા-પિતા બંને મૃત્યુ પામેલ હોય અથવા પિતા ગુજરી જતા માતાએ પુનઃલગ્ન કરી લેતા. અનાથ થયેલા બાળકોને આ યોજનામાં દર મહીને રૂ. ૩૦૦૦/- સહાય શૈક્ષણિક અને બાળકના વિકાસ માટે આપવામાં આવે છે. આ યોજનાની વધુ માહિતી અને વિના મુલ્યે અરજી ફોર્મ મેળવવા માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદની રૂબરૂ મુલાકાત લેવા બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:51 am IST)