Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સરકાર ગોડાઉનની યોગ્ય વ્યવસ્થા નહિ કરે તો ચણાનું વાવેતર કરનાર ખેડુતોને નુકશાની થવાનો ખતરો

તળાજા માર્કેટીંગ યાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ

ભાવનગર તા.૭: તળાજા માર્કેટીંગ યાર્ડમાં સરકારે ફાળવેલ કેન્દ્રને લઇ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનો પ્રારંભ રહી-રહીને થયો છે.  એક તો ચોમાસાએ દસ્તક દીધી છે તો બીજી તરફ ગોડાઉનની પૂરતી વ્યવસ્થા નથી. સરકાર દ્વારા નજીક ગોડાઉનની વ્યવસ્થા કરવામમાં નહિ આવે તો ચણાનું વાવેતર કરનાર ખેડુતોને મોટાપાયે નુકશાની જવાનો ખતરો ઉભો થયો છે.

સરકાર ખેડુતોના હીતાર્થ નિર્ણય તો લે છે પરંતુ નિર્ણય બાદ તાત્કાલીક અમલવારી નથી થતી. અમલવારી થાય છે. તેમાં કયાંકને કયાક ચકાશ જોવા મળે છે. નિર્ણયો યોગ્ય નથી હોતા જેને લઇ સરકાર સામે ખેડુતોમાં રોષ જોવા મળે છે. તેમ મગફળીની ટેકાના ભાવે ખરીદી બાદ આવનારા દિવસોમાં ચણાની ખરીદીને લઇ થાય તો નવાઇ પામવા જેવુ નહી રહે.

ભાવનગર જિલ્લામાં તળાજા અને પાલીતાણા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ફાળાય છે. કેન્દ્ર ફાળાયાનો નિર્ણય ઘણા સમય પહેલા લેવાઇ ગયો પરંતુ કેન્દ્ર કાર્યરત ગઇકાલ થી જ થઇ ગઇ છે !

કેન્દ્ર શરૂ થતા જ પંદરસોથી વધુ ખેડુતોની ઓનલાઇન  નોંધણી થઇ ગઇ છે.  તળાજા ઉપરાંત મહુવા, જેસર, ઘોઘા, શિહોર , તાલુકાના ખેડુતોએ ચણાનું વાવેતર કર્યુ હોય  તળાજા  ટેકાના ભાવે વેચાણ કરવા ભાવી રહ્યા છે.

કેન્દ્ર સંચાલકના દવા પ્રમાણે દરરોજ માંડ ૩૦ થી ૩૫ ખેડુતોના ચણા જોખી શકાય છે. એક હેકટર દીઠ ૬૦ મણ અને વધુમા વધુ ૧૨૦ મણ જોખી શકાય છે. ૧૫૦૦ ખેડુતોની  સામે માત્ર દરરોજ ૩૦ થી ૩૫  ખેડુતોના જ ચણા જોખવાના કારણમાં કેન્દ્ર સંચાલકના દાવા પ્રમાણે વર્તમાન સમયે છેક ખેડા ખાતે ગોડાઉન હોય ત્યા સુધી ટ્રાન્સપોટેશન  કરવુ પડે છે. ગોડાઉનની પણ મર્યાદા છે. જો આવનારા દિવસોમાં જો ગોડાઉન ની પુરતી વ્યવસ્થા  અને નજીકમા જ કરવામાં આવે અને તાત્કાલીક થાય તોજ ખેડુતો માટે સારી વાત બને ! સરકાર નજીકમા અને પૂરતા પ્રમાણમાં ગોડાઉન નહી ફાળવે તો ખેડુતોની હાલત કફોડી થવાની છે.

મગફળીની  ખરીદી સમયે જેમ તળાજા યાર્ડમાં નોકરી બોલતો હતો તેમ ચણાની ખરીદીમાં પણ થાય તો ના નહી!

(11:49 am IST)