Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દ્વારકાના મોજપ ગામમાં દેશનું પ્રથમ મરીન પોલીસ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ સ્થાપવા ૨૫૦ એકર જમીનની ફાળવણી

દ્વારકા તા.૭: ગુજરાત રાજયના સોળસો કિ.મી. ના સમુદ્ર કિનારા સહિતના દેશના સમુદ્ર કિનારાને વધુ સુરક્ષીત કરવા મરીન પોલીસ વિભાગ ને અધતન કરવા અને મરીન પોલીસ જવાનોને અતિ આધુનિક તાલીમ આપીને કાયદો -વ્યવસ્થા અને દુશ્મન દેશો સામે દેશને સુરક્ષિત રાખવા જેવા અનેક કારણો સબબ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે દ્વારકાથી ૧૦ કિ.મી. દુર આવેલ મોજપ ગામે દેશનું મહત્વનું પ્રથમ મરીન પોલીસ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ સ્થાપવાની નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ ઓખા-દ્વારકા હાઇવે રસ્તા પર મોજપ ગામની ૧૦૦ હેકટર એટલે કે ૨૫૦ એકર સરકારી જમીન ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર ના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ને કબ્જા સાથે વિનામુલ્યે સોંપવામાં આવી છે.

તા. ૭ સપ્ટેમ્બર-૧૭ ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા ખાતે જાહેર સભામાં દ્વારકા ખાતે મરીન પોલીસ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ શરૂ  કરવાનો નિર્દેશ કર્યો હતો જે યોજના નો ટુંક સમય માંજ પ્રથમ તબક્કો એટલે કે જમીનની ફાળવણી થતાં મોદી જે કહે છે તે કરે છે તે વાતને સાર્થક બનાવી છે.

તા. ૧૯-૪-૧૮ ના દિેને બી.એસ. એફના પ્રતિનિધિ કમાન્ડન્ટ જસબીરસીંગ આસીસટન્ટ કમાન્ડર પુનિત તોમર આસીસ્ટન્ટ કમાન્ડન્ટ વર્કસ વિજય કાન્ત તથા સબ ઇન્સ. વિનોદ કુમાર એ ઉપરોકત જમીનનો કબ્જો દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડોડીયાની લેખીત સુચનાના આધારે મહેસુલ વિભાગ દ્વારકા પાસેથી સંભાળેલ છે.

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના સીધા માર્ગદર્શન હેઠળ નિર્માણ થનાર દેશની સુરક્ષાનું આ મુખ્ય કેન્દ્ર બિન્દુ સમાન મરીન પોલીસ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ બની રહેશે આમ પણ દ્વારકા વિસ્તાર એ દેશ ની પશ્ચિમ છેવાડાનો સમુદ્ર કિનારો આવેલ સરહદી વિસ્તાર છે. જેથી પણ સલામતી અને સુરરક્ષાની દ્રષ્ટિએ આ ઇન્સ્ટીટયુટ મહત્વની બની રહેશે કમસેકમ સુરક્ષા જવાનોના આંટાફેરા થી પણ સુરક્ષા વ્યવસ્થા સરહદી વિસ્તારમાં સજાગતા લાવવામાં મહત્વનો ભાગ ભજવશે.

ખાસ કરીને ગુજરાત રાજયનાં સમુદ્રકિનારામાં મધ દરિયે અનેક નાના મોટા નિર્જન અને માનવ વસવાટ ટાપુઓ આવેલા છે. પરંતુ અત્રે એ નોંધનીય છે કે સોૈથી વધુ ટાપુઓ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલા છે અને આવા ટાપુઓ મરીન પોલીસ ઇન્સ્ટીટયુટને ટ્રેનીંગ માટે પણ ખાસ ઉપયોગી નિવડી શકશે.

દ્વારકા વિસ્તારને નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજયમાં તેમના શાસનકાળ દરમ્યાન અને છેલ્લા ચાર વર્ષના તેમના વડાપ્રધાન પદના શાસન દરમ્યાન દ્વારકા વિસ્તારને દરેક બાબતો પર અંગત ધ્યાન આપીને સુવિધાઓ અને સુરક્ષા મુદે વધુ યોજનાઓ આપી છે. કારણ કે મોદી દ્વારકા વિસ્તારની તમામ બાબતોથી માહિતગાર છે એટલે તેમણે પ્રથમ દ્વારકા યાત્રાધામનો વિકાસ કર્યો બાદમાં બેટ દ્વારકાને રસ્તા માર્ગે જોડી ને બેટ ટાપુનો વિકાસ કરવાની યોજના શરૂ કરાવી અને સુરક્ષા ના મુદે પોલીસ મરીન ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ સહિતની સુરક્ષા મતે દ્વારકા ના દરિયાઇ સીમાડા ને વધુ સુરક્ષિત બનાવવાની યોજના અમલમાં મુકી છે. તો બીજી તરફ દ્વારકા વિસ્તારના આર્થિક ક્ષેત્રને વિકસાવવા પ્રવાસન વિભાગની યોજનાઓ બનાવી દ્વારકામાં સાંસ્કૃતિક ઉત્સવો, બીચ ઉત્સવો શરૂ કર્યા અને દ્વારકા નજીકના કુરંગા ગામે આર.એસ.પી.એલ.કંટુ ને ઉદ્યોગગૃહ સ્થાપવા મંજુરી આપી તો બીજી તરફ ભોૈગોલિક રીતે ઓખા-ભાવનગર ને નેશનલ હાઇવે માર્ગ ને રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે ફોરટ્રેક રસ્તાનું વિકાસ કાર્ય શરૂ કર્યુ ત્થા આજી ડેમમાં નર્મદાના નીર વહાવી ને છેવાડાના આ ખારાશ વાળા વિસ્તારને મીઠા પાણીના જલનો લાભ આપ્યો.

(11:41 am IST)