Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૮૦ કેસ, ૫૯ દર્દીઓ સ્વસ્થ અને એક મૃત્યુ

મોરબી જીલ્લામાં કોરોના કેસો એક તબક્કે ૧૦૦ ને પાર પહોંચી ગયા બાદ હવે કેસોમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મોરબી જીલ્લામાં નવા ૮૦ કેસ નોંધાયા હોય અને ૫૯ દર્દીઓ સ્વસ્થ થયા હતા તેમજ એક દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ થયું છે
 આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૫ કેસોમાં ૩૩ ગ્રામ્ય અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૬ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૪ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૫ કેસો મળીને નવા ૮૦ કેસ નોંધાયા છે જીલ્લામાં ૫૯ દર્દીઓ સ્વસ્થ થયા છે અને જીલ્લામાં એક દર્દીનું મોત થયું છે
 નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૬૫ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે આઠ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

(10:39 pm IST)
  • સાબરમતી જેલમાં ૮૧ કેદીઓને કોરોનાઃ પાંચ કેદીઓ હોસ્પિટલમાં દાખલઃ રૂબરૂ મુલાકાત બંધ : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૮૧ કેદીઓ કોરોના સંક્રમીતઃ કેદીઓના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરાવાઇઃ પ કેદી હોસ્પિટલમાં દાખલ, ૭૬ આઇસોલેટ કરાયા access_time 12:44 pm IST

  • ગુજરાતના પડોશી રાજસ્થાનમાં ૧૮૨૩૧ નવા કોરોના કેસ નોંધાયા : ગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનમાં પણ કોરોના ધુણવાનુ બંધ કરતો નથી. મોડી સાંજ સુધીમાં નવા ૧૮૨૩૧ કેસ નોંધાયા, ૧૬૪ મૃત્યુ અને ૧૬૯૩૦ સાજા થયા છે. access_time 8:38 pm IST

  • ભરૂચ પોતાનો વપરાશ બાદ કરતા ૧૬૦ ટન ઓકિસજન અન્ય રાજયોને-શહેરોને આપે છે : ભરૂચ જીલ્લો ગુજરાત સહિત અન્ય રાજયોનેે રોજ ૨૦૦ ટન ઓકિસજન પુરૂ પાડે છે. ઓકિસજનમાં આત્મનિર્ભર ઔદ્યોગીક નગરી જીલ્લામાં રોજનું ઉત્પાદન ૨૫૦ ટન જેની સામે ૪૦ ટન વપરાશ છેઃ નાઇટ્રોજન પ્લાન્ટને ઓકિસજનમાં કન્વર્ટ કરાતાં સરપ્લસ ઓકિસજન અમદાવાદ, વડોદરા, આણંદ સહિત અન્યને પણ મોકલાય છે. access_time 12:44 pm IST