Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલનું રાજીનામુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ :. પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલે ચીફ ઓફિસર પદેથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રા માહિતી મુજબ પોરબંદરમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ પટેલે આજે ચીફ ઓફિસર પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેઓનો સંપર્ક સાધતા રાજીનામાના કારણ અંગે કોઈ વાતચીત કરી ન હતી. દરમિયાન રાજકીય દબાણ કે પાલિકાના કામને લઈને દબાણ થતુ હોવાથી રાજીનામુ આપ્યાની ચર્ચાએ જાર પકડયુ છે.

પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલના રાજીનામાથી પાલિકામાં ભારે ચર્ચા જાગી છે.(૨-૨૧)

(1:28 pm IST)
  • સાબરમતી જેલમાં ૮૧ કેદીઓને કોરોનાઃ પાંચ કેદીઓ હોસ્પિટલમાં દાખલઃ રૂબરૂ મુલાકાત બંધ : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૮૧ કેદીઓ કોરોના સંક્રમીતઃ કેદીઓના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરાવાઇઃ પ કેદી હોસ્પિટલમાં દાખલ, ૭૬ આઇસોલેટ કરાયા access_time 12:44 pm IST

  • અમરેલી જિલ્લાના વધુ ૧૭ ગામો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર આગામી ૧૩ મે સુધી આ ૧૭ ગામોમાં પ્રતિબંધાત્મક આદેશો રહેશે અમલી. access_time 6:02 pm IST

  • કેન્દ્ર સરકારે સેકસન ૨૬૯ એસ.ટી માં છૂટછાટો આપી છે. કોવિડની ટ્રીટમેન્ટ માટેની મેડીકલ સવલતોનું રોકડમાં ચુકવણું કરવાની લિમિટને લગતી આ છૂટછાટો અપાયેલ છે. ન્યૂઝફર્સ્ટ access_time 9:57 pm IST