Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

શ્રીમદ વલ્લભાચાર્યજીએ દેશમાં ૮૪ જગ્યાએ રોકાઇને કથા અને કરેલ તે મહાપ્રભુજીની બેઠકોના જિર્ણોધ્ઘારની જરૂર

પોરબંદર, તા. ૭ : વિક્રમ સવંત ર૦૭૭ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજી-મહાપ્રભુજીનો પ્રાગટય દિન ચૈત્રવદ ૧૧ શુક્રવારઆજે પ૪ર વરસે પૂર્ણ કરી પ૪૩ પાંચસો તૈતાલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.  ચૈત્રવદ-૧૧ વરૂથની સકકરટેટી તરીકે અગીયારસથી ઓળખાય છે. શ્રીમદ વલ્લચાર્યજીએ ભારત યાત્રા કરીને ૮૪ જગ્યાએ રોકાણ કરીને ભાગવત કથાઓ કરી હતી. આ જગ્યા મહાપ્રભુજી તરીકે પ્રસિધ્ધ થયેલ જેને આજે જિર્ણોધ્ધાર કરવાની જરૂર છે.

આપશ્રીનું પ્રાગટય વિક્રમ સવંત ૧પ૩પ, ચૈત્રવદ-૧૧ના દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ડોકારવાડનગરના કૃષ્ણય જીવેરી ભારદ્વાજ ગૌત્રીય તૈલંગી બ્રાહ્મણ પરિવારમાં થયેલ માતા ઇલ્લામાગગુરૂ પિતાનું નામ લક્ષ્મણ ભટૃ આ પરિવારમાં પરંપરાથી શ્રીમદ મોહનજીની સેવા રહ્યા. ઉપાસના ચાલતી વેદની દીક્ષા લીધી હોવાથી એમનું કુળ 'દિક્ષીત' અને સોમયાજી કહેવાતુ. એમના કુળમાં પૂર્વ ૯પ પંચાણુ, સોમયજ્ઞ પૂર્ણ કર્યા ૧૦૦ એકસો યજ્ઞ પૂર્ણ થતાં કાશીના સવાલક્ષ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવા આપના પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટ સહપરિવાર પોતાના નિવાસ સ્થાનેથી નીકળીને કાશીનગરીમાં આવ્યા. ત્યાંના હનુમાનધારે ત્યાં ઉતર્યા. સંકલ્પાનુસાર બ્રહ્મભોજન કરાવ્યા પછી કાશીથી પાછા ફરતાં અધવચ્ચે માર્ગમાં મધ્યપ્રદેશના રાયપુર (બિહાર-હાલ છત્તીસગઢ) જિલ્લામાં આવેલ ચંપારણ્યના વનમાં, સવંત ૧પ૩પના ચૈત્રવદ-૧૧ એકાદશીના દિને સર્ગભા ઇલ્લમણાલજીએ ગુરૂએ પરમ તેજસ્વી (આપશ્રી) પુત્ર જન્મ આપ્યો.

આપશ્રીને જન્મ ચંપારણ્ય વનમાં સર્ગભા માતાએ જન્મ આપ્યા બાદ માતા-પિતા યાત્રાએ નીકળી ગયેલ આપશ્રીની રક્ષા અગ્નિ દેવ કરી આપશ્રી ફરતે અગ્નિ જવાળા પ્રગટ થયેલ. દરમ્યાન સાધુ-સંત મંડળી યાત્રા કરતાં કરતાં ચંપારણ્ય વનમાં આપશ્રીને એકલા અગ્નિ વચ્ચે જોતા રોકાય ગયેલ. આપશ્રીની દૂરથી દેખભાળ કરી. માતા-પિતા યાત્રા કરતાં ચંપારણ્યમાં પુનઃ આવતાં હેમખેમ આપને સુપ્રત કરેલ. ત્યારે સાધુ સંતે વચન માંગેલ. ગંસાઇ વંશ બાવા તરીકે ઓળખાય. જેથી પ્રથમ ગૌસ્વામીબાવા તરીકે ઓળખ પણ આજ પણ વૈષ્ણવો આપના વંશને જે જે ગોસ્વામી બાવાથી સંબંધો છે. ટુંકા શબ્દોમાં બાવાશ્રી કહીને સંબંધીને વર્તમાન મહારાજશ્રી ને કરી સંબોધન કરે છે.

આપશ્રીની નામસંસ્કરણથી શ્રી વલ્લભાચાર્ય કહેવાયા-બીજા અર્થમાં આપશ્રીને ઓળખ મહાપ્રભુજી તરીકે પણ થઇ શાસ્ત્રાર્થ વિદ્વાન છે કે, તેમના કુળમાં ૧૦૦  એકસો યજ્ઞપૂર્ણ થાય તેમના કુળમાં ભગવાન કે મહાવિભૂતીનો આવિર્ભાવ થયા છે. આ નિયમ પ્રમાણે શ્રી લક્ષ્મણભટ્ટના કુળમાં સોમયજ્ઞ પૂર્ણ થતાં શ્રી વલ્લભાચાર્ય રૂપે-શ્રી મહાપ્રભુજી ભગવાનનું પ્રાગટય થયું. એમ મનાયું બાલાવસ્થામાં જ શ્રી વલ્લભ ગોકુલ, મથુરા, કાશી વગેરે તિર્થસ્થાનોની યાત્રાએ નીકળી પડ્યા. કાશી વગેરે સ્થળોને અનેક ગુરૂઓ પાસે ભાગવા વેદાંતાદિ શાસ્ત્રો અભ્યાસ કર્યો. પ્રખર વેદાંતી અને ગોવર્ધન ધારી શ્રીનાથજી શ્રી કૃષ્ણચંદ્રના પરમ ભકત તરીકે ફેલાવવા લાગી. આપશ્રી શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભગવદ ગીતાને પુષ્ટિ સંપ્રદાયમાં પ્રાધન્ય આપ્યું.

સંભવત સવંત ૧પ૪૦ માં એક દિવસ શ્રીમદ વલ્લભાચાર્યજી ગોકુલ મથુરાના શ્રી યમુનાથજીના ઘાટ ઉપર જીવોના ઉધ્ધાર વિશે ચિંતન કરી રહ્યા હતા ત્યારે ત્યાં સ્વયંમ ગોર્વધનનાથજી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંમ પ્રગટ થયા અને આજ્ઞા કરી સ્વતંત્ર પુષ્ટિ માર્ગનો વિચાર કર્યો છે તેને પ્રગટ કરો, આ સમયે શ્રી કૃષ્ણે બ્રહ્મસંબંધ મંત્ર આપી બ્રહ્મસંબંધનું રહસ્ય પણ સમજાવ્યું. આચાર્યશ્રીએ પ્રસન્ન થઇને શ્રી ગોર્વધનનાથજીને ૩૬૦ ભારનું પવિત્ર (સુતરઆંટી) ધારણ કરાવી. ઘણું કરીને આ દિવસ શ્રાવણ સુદ-૧૧ એકાદશીનો હતો. અને મધુરાષ્ટ્ર સ્ત્રોત્રની આપે રચના કરીને શ્રીનાથજી પાસેથી આદેશ મળ્યા પછી વલ્લભાચાર્ય બ્રહ્મસંબંધ મંત્રનો શ્રી કૃષ્ણની બાલ સ્વરૂપની પુષ્ટિ ભકિતનો પ્રચાર શરૂ કર્યો. આપે શ્રીનાથજીને ઇષ્ટ તરીકે સ્વીકાર્યા, મુળ પ્રાગટય સ્થાન વૃજમાં ગીરરાજી પર્વત પરંતુ પરમ ભકતા શ્રી અજાબાઇની વિનંતી આપશ્રીએ શ્રીનાથદ્વારાને આપ્યું. શ્રીનાથદ્વારામાં જંગલ વચ્ચે ધાસીયારમાં મુળ આપશ્રી શ્રીનાથજીનું પ્રાગટય.

આજ પણ શ્રીનાથજીમાં માત્ર સાત ઝાંખી દર્શન થાય છે. મંગળાથી લઇ ભોગ આરતી, શયન આરતી ગીરીરાજમાં થાય છે. ભોગ આરતી બાદ શ્રીનાથજી વૃજમાં પધારી જાય છે તે રથ શ્રીનાથજી મંદિર મોજુદ છે. સવારના રથના દર્શન કરો તો રજથી ભરેલો જોવા મળશે. દર્શન  કરો તો રજથી ભરેલો જોવા મળશે. દર્શન થશે. વૃજમાં પધારી પરત આવ્યાની સાક્ષી મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વેદાંત (તત્વજ્ઞાન) ક્ષેત્રે આચાર્ય પરંપરા પ્રવર્તિત થઇ. આચાર્ય કોને કહેવાય ? એના ઉતરમાં કહી શકાય કે, ઉપનિષદો, ભગદત ગીતા, અને બ્રહ્મસુત્રએ તત્વજ્ઞાનના ત્રણ મુળ ગ્રંથો પ્રસ્થાનથી ઉપર ભાષ્યો, રચનાર આચાર્ય કહેવાય. અદ્રૌત વેદાંતથી મુખ્યત્વે આદિ શંકરાચાર્ય, રામાનુજચાર્ય, નિમ્બાર્કાચાર્ય, માદવાચાર્ય, ચૈતન્યાચાર્ય અને શ્રીમદ વલ્લભાચાર્ય દરેક આચાર્યે પોતાના ભાષ્યોમાં મુખ્યત્વે જીવ, જગત અને જગદીશ સંબંધી  વિરોધી મતોનું ખંડન કરીને પોતપોતાના સિધ્ધાંતોની સ્થાપના કરી છે. આપ જગહિ સત્ય છે. અને બ્રહ્મમિથ્યા છે. તે શાસ્ત્રોર્થે સાબીત કરી બતાવેલ.

આપશ્રીની ભારત ભ્રમણ યાત્રા દરમ્યાન ૮૪ ચોરાસી જગ્યાએ રોકાણ કરેલ. આપે જયાં રોકાણ કર્યુ તે સ્થળ-જગ્યા ર્નિજન મોટેભાગે સરીતા (નદી) કાંઠે રહી શ્રીમદ ભાગવદકથા સાત દિવસ સુધી કરી આપશ્રીના રોકાણના સ્થળો બેઠકજીની ઓળખ આપી. આપશ્રીની ગાદી સ્થાપી. સૌરાષ્ટ્રમાં ખંભાળીયા-ત્રાગાગુરગુદ, દ્વારકા, પોરબંદર- તાલુકામાં જીલ્લામાં માધવપુર - મધુવન-કદમ - કુંડે - પ્રભાસ ક્ષેત્રે (સોમનાથ) ત્રિવેણી સંગમ સ્થાન જયાં શ્રીકૃષ્ણનો મોક્ષ થયેલ તે પીપયલવૃક્ષ ઋણ છાયાં, આ સ્થળેથી શ્રી બલદેવજી - બલરામ (શેષનાગ) પાતળમાં પધારેલ અને તે ગુફા મોજુદ છે. જુનાગઢ દામોદર કુંડના કિનારે.

અફસોસ ઘેરે દુઃખ એ છે કે પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવના ભારતમાં ચારેય દિશામાં હોય. આપશ્રીના વંશો પરંપરાગત ગાદી શોભાવતા હોય પણ આપશ્રી જે સ્થળે બેઠક કરી ભાગવદ સપ્તાહ કરેલ તે સ્થળ બેઠકજીનાં ઓળખ - હવેલી સ્થપાણી પુષ્ટિ સેવા થાય છે. મોટા ભાગની બેઠક જીણોધ્ધાર માંગે છે.

સંકલન : હેમેન્દ્રકુમાર પારેખ

પોરબંદર

ફોન (૦ર૮૬) રર૪ર૭૯૪

(1:03 pm IST)