Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબી અભાવિપ દ્વારા સરકારી કચેરીઓ સેનેટાઇડઝ

મોરબી : મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય દ્વારા સેનીટાઇજીંગ અભિયાન હાથ ધરાયું છે જેમાં શહેરના જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ , સિવિલ હોસ્પિટલ, શાક માર્કેટ, સુપર માર્કેટ , એ ડિવિઝન ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી, મહારાણા પ્રતાપ સર્કલ ચોક, તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સેનીટાઈઝિંગ કર્યું હતું. આ કાર્યમાં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના ૨૫ થી પણ વધુ સ્વયંસેવક કાર્યકરો જોડાયા હતા.  જે સેનેટાઈઝેશન અભિયાનને ઓમ વીવીઆઆઈ કોલેજના પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર સર અને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા પુસ્તક ભેટ આપી બિરદાવવામાં આવી હતી. તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:47 am IST)