Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબી ભાજપ દ્વારા રસીકરણ કેમ્પ

મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા અગાઉ કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કર્યા બાદ આજે બીજો ડોઝ દ્વિતીય રસીકરણ કેમ્પ રવાપર નજીક યોજાયો હતો. જીલ્લા ભાજપ આયોજિત રસીકરણ કેમ્પમાં યુવા ભાજપ અગ્રણી રવિભાઈ સનાવડાના માર્ગદર્શન હેઠળ ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી અને રસીનો બીજો ડોઝ લેવા માટે ૯૦૦ જેટલા નાગરિકો પહોંચ્યા હતા અને રસીનો બીજો ડોઝ લીધો હતો આ તકે ભાજપ અગ્રણીએ તમામ નાગરિકોને રસી સુરક્ષિત હોવાનું અને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. રસીકરણ કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:45 am IST)