Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.એચ.સી.એલ કંપની દ્વારા રૂ. ૫૦ લાખનું ઓકિસજન પ્લાન્ટ માટે અનુદાન

વેરાવળ - પ્રભાસ પાટણ,તા.૭ :  સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત થયું છે. ત્યારે રાજય સરકારશ્રી દ્વારા કોરોના ને નાથવા સંવેદનશીલતા અને પ્રતિબધ્ધતા સાથે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ, કંપનીઓ હાલની સ્થિતિને પહોંચી વળવા મદદરૂપ થવા સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે. ત્યારે સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.એચ.સી.એલ. કંપની દ્વારા રૂ. ૫૦ લાખનું ઓકસીજન પ્લાન્ટ માટે અનુદાન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના દેખરેખ હેઠળ આ પ્લાન્ટની કામગીરી કરવામાં આવશે. હાલ સુત્રાપાડા સી.એચ.સી. માં ૧૫ બેડ ઓકસીજન સાથેની સુવિધા છે. આ પ્લાન્ટના મદદથી બેડની સુવિધામાં વધારો કરવામાં આવશે. જેનો સુત્રાપાડા અને આસ-પાસ ગામના જરૂરીયાતમંદ દર્દીઓને લાભ થશે.

(11:37 am IST)