Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ૯ના મોત અને ૩૨૨ કોરોના પોઝીટીવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૨૦૦ કેસો પૈકી ૪,૪૬૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૭ :  ભાવનગર જિલ્લામા વધુ ૩૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૬,૨૦૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૫૮ પુરૂષ અને ૮૪ સ્ત્રી મળી કુલ ૨૪૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૧, ઘોઘા તાલુકામાં ૧૭, તળાજા તાલુકામાં ૪, મહુવા તાલુકામાં ૧, વલ્લભીપુર તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧૮, સિહોર તાલુકામાં ૪ તેમજ જેસર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૮૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ સિહોર ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં દિહોર ગામ ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર તાલુકાનાં શાહપુર ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં ચુડી ગામ ખાતે રહેતા એક દર્દી અને સિહોર તાલુકાનાં ભુતિયા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૯ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૮૫ અને તાલુકાઓમાં ૧૦૩ કેસ મળી કુલ ૩૮૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૬,૨૦૦ કેસ પૈકી હાલ ૪,૪૬૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૦૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:09 am IST)