Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

સોમનાથ તપોભૂમિઃભગવાન પરશુરામે તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા

પ્રભાસ પાટણ તા.૭:  શાસ્ત્ર અને શસ્ત્રના પ્રખર જ્ઞાતા અને ભગવાનના અવતાર એવા ભગવાન પરશુરામની જયંતિ અંગે જાણવું રસપ્રદ થશે કે સોમનાથ એ પરશુરામની તપોભૂમિ છે. હિરણ-સરસ્વત અને કપિલા નદીના પવિત્ર ત્રિવેદી સંગમે પ્રાચીન સમયમાં ભગવાન પરશુરામે તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા. જે સ્થળે હાલ પરશુરામ મંદિર છે જયાં જલપ્રભાસ કુંડ, જલેશ્વર મહાદેવ સહિત અનેક પાવનકારી મંદિરો બિરાજમાન છે.

પ્રભાસ-પાટણમાં ભગવાન પરશુરામ પરિવાર સાથે સંકળાયેલ જમદગ્નેશ્વર મહાદેવનું મંદિર ગામમાં આવેલું છે તો ગીર-સોમનાથ જિલ્લાના ગીર-મધ્યે જામવાળા ગીર પાસે શીંગોડા નદી પરના નયનરમ્ય ધોધ પાસે જમદગ્ની આશ્રમ આવેલો છે.. કહેવાય છે કે આ સ્થળ ઉપર ભગવાન પરશુરામના પિતા જમદગ્નીને આ સ્થળ ગમી જતાં તેઓ ત્યાં સાધના કરવા રોકાયેલ તેથી આ આશ્રમ જમદગ્ની આશ્રમ અને મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે.

અખાત્રીજના દિવસે મહૂવા અને ભાવનગરથી ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં સોમનાથ આવી સોમનાથ એસ.ટી. ડેપો સામે આવેલ અને સોમનાથ મંદિરની સખાતે ચઢી શહિદ થનાર વેગડાજી ભીલની ખાંભી-પ્રતિમા ખાતે પૂજન અને યજ્ઞ કરી પ્રતિવર્ષ સ્મૃતિ શ્રધ્ધાંજલી આપી વીરનું પૂજન કરે છે.

આવી જ રીતે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાઠા તાલુકાનો જન્મ દિવસ પણ અખાત્રીજે હોવાનું કહેવાય છે એક કથન મુજબ વિ.સં. ૧૬૬૪ અખાત્રીજના દિવસે કાંધા બારડે તોરણ બાંધીને કરી હતી અને તે સમયની દંતકથા મુજબ ઝીલાળા ગામમાં કાયમી માંદગી રહેતી હોય તેથી જાણકારોએ ગામ છોડવા સલાહ આપી અને નવું ગામ પસંદ કરવા કહ્યું જેમાંથી બન્યુ આજનું સુત્રાપાડા સોમનાથ પ્રભાસપાટણમાં આજે વણપૂછયા મૂહુર્તે અનેક પરિવારોમાં વેવિશાળો, સોના-ચાંદી શુકન ખરીદી અને તહેવાર પ્રસંગે દેવદર્શન ઉપરાંત નવી દુકાન-ઓફીસ ખુલ્વા રહેશે.  પ્રભાસપાટણમાં મેઇનબજારમાં ચેવડા-ફરસાણની ૧૧૮ વર્ષ જુની અને પાંચ પેઢીઓથી ચાલી આવતી ફરસાણની દુકાન પણ વરસોના દાયકા પછી નવા રંગરૂપ અને નવા ઓપ સાથે ખુલ્લી મુકાશે. આમ, અખાત્રીજ ઠેર-ઠેર ઉત્સાહ-મેળા અને સ્નેહ જેવંુ ઉત્સાહમય વાતાવરણ બનશે.

(11:26 am IST)