Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પડધરીના વણપરીમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ

 પડધરી : રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજયભરમાં તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજે પડધરી તાલુકાના વણપરી ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરી પાણીનો મહત્તમ સંચય થાય અને માટી ખેડૂતોને ઉપયોગી થાય તેમજ સરકારની યોજના પરિણામલક્ષી ફળીભૂત થાય તે માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, મંત્રી મનોજભાઇ પેઢડીયા, વણપરી સરપંચ અજીતભાઇ જારીયા, પરસોતમભાઇ સાવલીયા, છગનભાઇ વાંસજાળીયા, ડો. જી.એલ. વસાણી, વિનુભાઇ દવે, હરદેવસિંહ જાડેજા, રમેશભાઇ પીપળીયા, જગદીશભાઇ કપુરીયા, કાંતીલાલ લુણાગરીયા, નિલેશભાઇ તળપદા, તુલસીભાઇ તાલપરા, પિન્ટુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દિનેશભાઇ કચ્છી, મહેશભાઇ સુદાણી ઉપસ્થિત રહ્યા હતાં.

(2:18 pm IST)