Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ધ્રાંગધ્રા માલવણ હાઇ-વે ઉપર ટેન્કરમાથી દારૂ જપ્તઃ ૪૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો

વઢવાણ તા. ૭ : ધ્રાંગધ્રા માલવણ હાઇ-વે ઉપર ગત રાત્રીના રાજકોટ આર.આર.સેલ- દ્વારા વોચ રાખવામાં આવેલ હતી ત્યારે અમદાવાદ બાજુથી આવતા ઓઇલના ટેન્કરને અટકાવતા અને તપાસ હાથ ધરવમાં આવતા આ ઓઇલના ટેન્કરમા ઓઇલના બદલે આખુ ટુન્કર વિદેશી દારૂ ભરીને જઇ રહ્યું હતું.

ત્યારે ધ્રાંગધ્રા માલવણ પાસે આપવેલ અંબર હોલ પાસે આ ટેન્કરને અટકાવી અને તલાસી લેવામાં આવતા આ ટેન્કરમાં ટેન્કર સહિત ૪૮ લાખનો મુદામાલ આર.આર.સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

ત્યારે આ ઓઇલના ટેન્કરમા ઝડપાયેલા દારૂ અંગે હાલમાં આર.આર.સેલની કાર્યવાહી અને ફરીયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઇ રહી છે. આ ટેન્કર સવારના પરોઢીયે આર.આર.સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે તપાસ કાર્યવાહી હાલમાં ચાલુ છે.

(2:16 pm IST)