Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ગોરીયાળી ગામે ઝાડની ડાળ પડતા યુવકનું મોત

ભાવનગર તા.૭ : ઘોઘા તાલુકાના ગોરીયાળી-રાજપરા ગામમાં રહેતા મેહુલભાઇ વલ્લભભાઇ દિહોરા તેના ભાઇ સાથે બાઇક પર ભાવનગર આવી રહ્યા હતા ત્યારે કંટાળા રોડ પર આવેલ લાભુભાઇ જંબુચાની વાડીના શેઢેે ઝાડ કાપતી વખતે ડાળ તુટી પડતા આ સ્થળેથી પસાર થઇ રહેલ મેહુલભાઇ પર પડતા તેને ગંભીર હાલતે ભાવનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત નિપજ્યુ હતુ.

આ બનાવ અંગે ઘોઘા પોલીસે લાભુભાઇ જાંબુચા તથા તેના પુત્ર મુન્નાભાઇ વિરુધ્ધ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહિલાનો ગળોફાંસો

ભાવનગરના ઘોઘારોડ, બાલયોગીનગરમાં રહેતા અંજુબેન લાલજીભાઇ જેઠવાએ કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

દાઝી જવાથી મોત

ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં રહેતા ગીતાબેન કાનાભાઇ બલીયા (ઉ.વ.૩૮) ઘરે દાઝી જતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

કમોતના અન્ય એક બનાવમાં વિંછીયા તાલુકાના નાના માતરા ગામમાં રહેતા આશાબેન મનસુખભાઇ તલસાણીયા (ઉ.વ.૩૦) ગત તા.૨૩ના રોજ દાઝી જતા તેને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.(૪.૬)

(11:58 am IST)