Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ધોરાજીના ફરેણી ગામે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે જળ સંચય કાર્યનો પ્રારંભ

કામગીરીને બિરદાવતા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા

ધોરાજી તા.૭ : ધોરાજીના ફરેણી ગામે સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત ફરેણી ગામે નાનુ તળાવને ઉડુ ઉતારવાની કામગીરી શરૂ કરાઇ હતી અને ફરેણી ગામના અગ્રણીઓ, સરપંચ સહીતના હાજર રહેલ આ તકે કબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ પુજા અર્ચના બાદ પોતે જેસીબી ચલાવી તળવમાંથી માટી કાઢી પ્રારંભ કરાવેલ હતો અને જણાવેલ કે વરસાદી પાણી વહી ન જાય અને તળાવોમાં સંગ્રહ થાય અને તળ જમીનમાં પાણીનું સ્તર ઉંચુ આવે અને કુવા બોરમાં પાણીની આવકો વધે અને ખેતીમાં પાણીની સમસ્યા નરહે આ માટે રાજય સરકાર દ્વારા ગુજરાતભરના ડેમોમાંથી કાપ કાઢી ઉડાઉતરવાની કામગીરી હાથ ધરાય છે. અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને રાજકોટ જીલ્લો અને જુનાગઢ જીલ્લામાં ડેમો ઉડા ઉતારવાની કામગીરીમાં વિજીટીંગ કરી કામગીરીને બીરદાવેલ હતી અને ફરેણી ગામના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું દિલીપભાઇ ચાવડા, વિનુભાઇ વૈષ્ણવ, કાન્તીભાઇ જાગાણી, રણછોડભાઇ કોયાણી પૂર્વ બિલ્ડર વિપુલભાઇ ઠેસીયા, હરકીશન માવાણી, મહેશભાઇ રાવલ, ડે.કલેટકર જોષી, ખીમાણીભાઇ ટીડીઓ, ડીડીઓ સહીતના હાજર રહેલ. આ કામગીરીને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા બીરવાદી હતી. (૬.૪)

(9:48 am IST)