Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જામનગરના પ્રથમ કોરોના સંક્રમિત બાળકનું મોત : માતા-પિતાને દૂરથી દેખાડી અંતિમ વિધિ કરાઈ

અત્યાર સુધી વેન્ટિલેટરમાં રખાયું : તબીબોના પ્રયાસો છતાં હાર્ટ અને કિડનીને પહેલાથી અસર હોય સ્થિતિ ગંભીર બની હતી

જામનગરનો પ્રથમ કોરોના કેસ બાળક જે ૫ તારીખે એડમિટ થયેલ હતું તેનું આજે ૭ તારીખે રાત્રે ૮:૦૦ વાગ્યે અવસાન થયેલ છે. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ‌ થવાના કારણે થયેલ છે.

  બાળક જયારથી એડમિટ થયું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલ ત્યારથી સ્થિતિ નાજુક હતી, ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો થયા પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું અવસાન થયેલ છે.

  બાળકની અંતિમવિધિની ક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બાળકનાં માતા-પિતાને તેમના બાળકને દૂરથી દેખાડી અને તેમની ધાર્મિક વિધિ બાદ ગાઈડલાઈન અનુસારની પ્રક્રિયા કરી તેને દફનાવી દેવામાં આવેલ છે.

 

(10:46 pm IST)