Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મોરબીના કોરોના પોઝીટીવ દર્દીના પત્નીનો રિપોર્ટ નેગેટીવ : ઉમા ટાઉનશીપ કવોરોન્ટાઇલ : તંત્ર એલર્ટ

મોરબી તા. ૭ : પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા કલેકટરશ્રી એ લોકોને અપીલ કરી છે કે હાલમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવેલ છે તે આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના અથવા આજુબાજુની વ્યકિત પાસેથી લાગુ પડવાની શકયતા છે. મોરબીની હાલની પરિસ્થિતિ અત્યારે ચિંતાજનક છે. દર્દીને રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક મોરબીવાસી પ્રાર્થના કરે તેમ કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો અને સાથે જ જણાવ્યું હતું કે, ઊમા ટાઊન શીપ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલ હોવાથી હાલ આ વિસ્તારને સંપૂર્ણ કવોરેંટાઇન કરવામાં આવેલ છે. જેથી આ વિસ્તારમાંથી અવરજવર બંધ કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજયોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહેતા હોય આ વિસ્તારમાં આ વ્યકિતના સંપર્કમાં જો કોઈ પણ વ્યકિત આવેલ હોય અને તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સામેથી સંપર્ક (૧૦૭૭) કરે. આ રોગના લક્ષણો ૧૪ દિવસની અંદર દેખાતા હોઇ કોઈપણ વ્યકિતને આ ચેપી રોગ લાગુ પડી શકે છે તેમ જણાવી કલેકટરશ્રીએ અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.

દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીનો ખુલાસો

મોરબીમાં પ્રથમ પોઝીટીવ કેસ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે અને ઉમા ટાઉનશીપના બે એપાર્ટમેન્ટ હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હોય અને પોઝીટીવ આવેલ દર્દીના પત્નીને આઈસોલેશનમાં ખસેડી તેના સેમ્પલ મોકલાયા હતા જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

મોરબીના ઉમા ટાઉનશીપના રહેવાસી ૫૨ વર્ષીય વ્યકિતને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા તુરંત એપાર્ટમેન્ટના રહીશોને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા તેમજ પોઝીટીવ રીપોર્ટ આવેલ દર્દીના પત્નીને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને સેમ્પલ જામનગર મોકલ્યા હતા જેનો રીપોર્ટ આજે નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જોકે આજે મોરબીના પાનેલી ગામના એક યુવાનને દાખલ કરવામાં આવ્યો હોય જેનો રીપોર્ટ મંગળવારે સાંજ સુધીમાં આવી જશેઙ્ગ

મોરબીના ૫૨ વર્ષીય કોરોના પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણીએ તો તે તા. ૧૩ ના રોજ બપોરે ૧૨ કલાકે રાજકોટથી ટુરના આયોજનની ટ્રાવેલ્સમાં સવારે ૪ કલાકે રવાના થઈને રાજસ્થાન ગયા બાદ ત્યાંથી તા. ૧૪ ના રોજ સાંજે ૫ કલાકે દિલ્હી પહોંચ્યો હતો અને તા. ૧૪ ના રોજ દિલ્હી રાત્રીરોકાણ કર્યું હતું અને બાદમાં તા. ૧૫ ના રોજ ઉતરપ્રદેશની મુલાકાત લીધી હતી અને યુપીમાં વિવિધ સ્થળોએ ફર્યો હતો

તેમજ તા. ૨૧ ના રોજ વહેલી સવારે ૭ કલાકે રાજસ્થાન પરત આવી ત્યાંથી તા. ૨૧ ના રોજ રાત્રે ૯ કલાકે રાજકોટ પહોંચ્યો હતો અને રાજકોટ રાત્રીરોકાણ કરીને તા. ૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી પરત આવ્યો હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ખુલી છે અને આ વ્યકિત અનેક સ્થળોએ ફર્યો હોય જેથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી ગઈ છે.

(12:58 pm IST)