Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ભાવનગરમાં ડ્રોન કેમેરા ઝુંબેશ અંતર્ગત ૭૫ કેસ નોંધાયા

ભાવનગર, તા.૭:ભાવનગરમાં એસ.આર.પી.ના આગમન સાથે પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે.કોરોના પ્રભાવિત શહેરના કલસ્ટર ઝોનને બેરીકેટ મૂકી લોકો અને વાહનોની આવન જાવન બંધ કરવા સાથે શહેરના મોટાભાગના માર્ગોને પણ બેરીકેટ અને આડશ મૂકીને બંધ કરવામાં આવ્યા છે.આજે ડ્રોન કેમેરા મારફત નિરીક્ષણ દરમ્યાન જાહેરનામાનો ભંગ કરવા બદલ સૌથી વધુ ૭૫ કેસ કરવામાં આવ્યા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથોસાથ આજે જાહેરમાનનો ભંગ કરવા બદલ આઈ.પી.સી.કલમ ૧૮૮ મુજબ ૧૬૧ કેસ ( કુલ ૫૦૪),એપિડેમીક રેગ્યુલેશન એકટ મુજબ ૧૬૧ કેસ ( કુલ ૪૮૦), ડ્રોન કેમેરાથી નિરીક્ષણ અંતર્ગત આજે ૭૫ (કુલ ૧૩૯) કેસ કરવામાં આવ્યા હતા.જયારે મોટર વ્હીકલ એકટ અંતર્ગત ૮૮૬ ( કુલ ૨૩૧૮ ) વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

(11:49 am IST)