Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વિશ્વના આરોગ્ય અને શાંતિ માટે ઘરમાં રહીને ઇશ્વરની પ્રાર્થના કરો અને કોરોના અટકાવો

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પૂર્ણિમા-હનુમાન જયંતિ કાર્યક્રમ બંધ રહેશે

ભાવનગર, તા. ૭ : શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત સીતારામબાપુએ વૈશ્વિક અને મહારોગ કોરોના નાથવા માટે સ્વૈચ્છિક ઘરમાં રહીને સમગ્ર જગતના જીવોને અભય આપવા ભગવાન કૃષ્ણએ ગીતામાં પ્રબોબધનને નસ્ત્રમામેકં શરણં વ્રજ : મુજબ ધર્મનો આશરો લેવાની શીખ આપી છે. આપણું ઘર એક મંદિર છે અને પ્રાર્થના એવું બળ છે કે જે ગમે તે સ્થળે બેસી કે ઉભા રહી કહી શકાય અને તેનાથી આ મહારોગની આપત્તિમાંથી બચાવવા કુદરત અવશ્ય સહાય કરશે.

આગામી પૂર્ણિમાને દિવસે શિવકુંજ આશ્રમે ન પધારી બધાને ઘરે રહીને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા આપ નેષ્ટિ મંત્રની માળા કરીને તથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરીને એ દ્વારા સમગ્ર વિશ્વના આરોગ્ય અને શાંતિની રક્ષા માટે પ્રાર્થના કરવા વિનંતી કરેલ છે. ઉપરાંત મોટા ગોપનાથ બ્રહ્મચારી જગ્યા ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ પણ હાલના સંજોગોને ધ્યાનમાં લઇ મુલત્વી રાખવામાં આવી હોવાનું જણાવેલ છે.

(11:38 am IST)