Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉપલેટા : કોરોના સંકટ સમયે સરકારને ઉપયોગી થવા અંગે કલેકટરને રજૂઆત

ઉપલેટા તા.૭ : પૂર્વ મંત્રી પૂર્વ સાંસદ અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડુમીયાણીના ૭૦ વિઘામાં પથરાયેલ શૈક્ષણિક સંકુલ વ્રજભુમી આશ્રમના મે. ટ્રસ્ટી બળવંતભાઇ મણવરે જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવી જણાવેલ કે હાલની કોરોના વાઇરસ વૈશ્વિક સમસ્યાના સમયે અનેક સેવાકીય સંસ્થાઓ જમવા સહિતની સેવા કરી રહી છે.  આવી મહામારીના સમયમાં ઓ પણ જે સરકારને સહકાર આપવા ઉપયોગી થવા માંગીએ છીએ.

રજૂઆતમાં જણાવેલ કે, સંસ્થા ૭૦ વિઘામાં પથરાયેલી છે. જેમાં ૨૫૦૦ થી ૩૦૦૦ વિદ્યાર્થીઓ ભાઇ બહેનોને રહેવા માટે ૨૦૦ થી વધુ રૂમની સગવડ છે. વિશાળ ભોજનાલય છે. મોટા રસોડા અને કાર્યક્ષમ ૧૦૦ થી વધુના કર્મચારીઓ છે. કામ સંસ્થામાં વિશાળ ગ્રાઉન્ડ પણ છે. હાલમાં લોકડાઉન વચ્ચે વેકેશનને કારણે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જયારે પણ જરૂર પડે ત્યારે કામગીરી માટે સંસ્થા તથા કર્મચારીઓ તૈયાર છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:38 am IST)