Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જામનગરમાં બાઇક પરથી પડી જતા પ્રભાબેન બાદુકિયાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૭ :..  જામનગરમાં વિશાલ ચોક પાસે બાઇક પરથી પડી જતા પ્રૌઢાનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ જામનગર વિજયનગર જકાતનાકા પાસે રહેતા પ્રભાબેન કારાભાઇ બાદુકીયા (ઉ.પર) ગઇકાલે પુત્ર જીતેન્દ્રભાઇના બાઇક પાછળ બેસીને જતા  હતાં. ત્યારે વિશાલ ચોક  પાસે ચાલુ બાઇક પરથી પડી જતા પ્રભાબેનને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે પ્રાથમિક કાગળો કરી જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:36 am IST)