Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા : વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,85,696  સેમ્પલ લેવાયા છે
 

(10:40 pm IST)
  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST

  • વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલ" ગુજરાતમાં જંગી રોકાણ કરશે : યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલે" ગુજરાતમાં રૂ . ૪૫ થી ૬૫ હજાર કરોડથી વધુ રકમના રોકાણની દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં અનેક સ્થળોએ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના છે. કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ એન મિત્તલે શનિવારે કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મિત્તલ અમદાવાદમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રી મિત્તલે, રુઈયાઓ દ્વારા પ્રમોટેડ એસ્સાર ગ્રુપ સાથે તેમના વિવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. access_time 11:49 am IST

  • ચાઈનાને ડહાપણની ડાઢ ફૂટી : ચીન ના વિદેશ પ્રધાને એક નિવેદન આપતા કહ્યું કે "ચીન અને ભારત એક બીજાના સારા મિત્રો અને સાથીદારો છે, એકબીજા માટે જોખમી કે હરીફ નથી" access_time 9:56 pm IST