Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

હળવદ જીઆઇડીસીમાં ઝૂંપટપટ્ટીમાં ભીષણ આગ ભભૂકી: સાત જેટલા ઝુંપડા બળીને ખાખ: શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ

વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભીષણ આગ ભભૂકી: ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જીઈબીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે.

 

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે આજે સવારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા.ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાક્ટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા.આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

(6:49 pm IST)
  • અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST

  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST

  • ડાકોરનો ફાગણ મેળો રદ:ડાકોર મંદિરનો ફાગણ મેળો રદ કરવામાં આવ્યો છે. ડાકોર મંદિર ૨૭ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે. access_time 7:52 pm IST