Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ધોરાજી ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રવચન ગ્રાહકોએ સાંભળ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના ગેલેકસી ચોક ખાતે આવેલ પ્રધાનમંત્રી જન કેન્દ્ર ખાતે જન ઔષધિ દિવસ 2021 મી ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ. ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા એડવોકેટ રાજુભાઇ બાલધા પૂર્વ નગરપતિ કે.પી માવાણી cid પી.એસ.આઇ મકવાણા સાહેબ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઇ હિરપરા હીરાભાઈ અંટાળા પ્રવીણભાઈ ઢોલરીયા દીપકભાઈ ટોપિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર સંચાલક સંદીપભાઈ જગાભાઈ છેલાણા તેમજ રાકેશભાઈ જગાભાઈ છેલાણા એ તમામ આગેવાનું સન્માન સાથે સ્વાગત કર્યું હતું અને ધોરાજીમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ભારત સરકારની સૂચના અનુસાર રાહત ભાવે દવા આપી રહ્યા છે તેમજ અનેક ગરીબ પરિવારોને વિનામૂલ્યે પણ દવા આપી હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઈવ-ટેલીકાસ્ટ સર્વેએ નિહાળ્યો હતો અને ડાયાબિટીસ બીપી તેમજ કાયમી રોગ ધરાવતા લોકોને ભારત સરકારે સૂચવેલ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર માંથી દવા લેવા થી 70 /80 ટકા જેવો ફાયદો લોકોને થાય છે જેથી ગરીબ પરિવારોને સૌથી મોટી રાહત જોવા મળે છે તે બાબતે પ્રાસંગિક ઉદબોધન સંદીપભાઈ છેલાણા એ કર્યું હતું

(6:27 pm IST)