Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટનું કરાયું વિતરણ

જિલ્લાના ૪૭૦ મંડળોને વોલીબોલ અને ક્રિકેટની કીટ અપાઇ

જૂનાગઢ તા. ૭ : રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજય યુવક બોર્ડ પ્રેરીત  જૂનાગઢ કૃષિ યુનિ. ખાતેના કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને રમતગમતની ૪૭૦  જેટલી કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ક્રિકેટ અને વોલીબોલની કીટ યુવાનોને આપવામાં આવી હતી. 

જે અંતર્ગત  જિલ્લાના તાલુકામાં ૪૦૩ અને નગરપાલિકામાં ૬૭ યુવા મંડળો ચાલી રહયા છે. નાના તાલુકાથી લઇને અંતરિયાળ વિસ્તારમાં પણ સરકારશ્રીની યોજનાની જાણકારી મળે તથા વધુમાં વધુ લાભાર્થીઓ આ કલ્યાણકારી યોજનાનો લાભ લઈ શકે એ માટે ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો માટે દરેક તાલુકામાં યુવા મંડળો બનાવવામાં આવ્યા છે. દેશનું ગ્રોથ એન્જિન  યુવા ધન છે. ત્યારે દેશના યુવાનોની શકિત પ્રસ્થાપિત કરવા, તથા યુવા શકિતને દેશના વિકાસમાં સહભાગી બનાવવાના હેતુસર રાજય સરકાર દ્રારા યુવાનોના મંડળો બનાવવામાં આવ્યા છે.

કાર્યક્રમ દરમિયાન પુલવામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાંજલી આપવા બે મીનીટનું મૈાન પાળવામાં આવ્યું હતુ.

આ તકે શહેરના અધિક કલેકટર ડી.કે.બારીઆ, મેયર આદ્યાશકિતબેન, કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી પાઠક તથા ચંદ્રેશ હેરમા, એલ.ટી. રાજાણી, દિનેશભાઇ ખટારીયા, શ્રી અજમેરા, રાકેશભાઈ ધુલેશીયા, ચીરાગભાઈ રાજાણી, ચેતનભાઈ ગજેરા, ભાવનાબેન, યોગેશભાઇ દવે, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દીહોરા ઉપસ્થિત રહયા હતા. આ કીટ વિતરણ કાર્યક્રમમાં યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(1:55 pm IST)