Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમા ધીમે-ધીમે ગરમીમા વધારોઃ મહુવા ૩૯.૪ ડિગ્રી, રાજકોટ ૩૭.૯, અમરેલી ૩૭.૪ ડિગ્રી તાપમાન

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ઉનાળો જામતો જાય છે અને ધીમે-ધીમે ગરમીના પ્રમાણ વધારો થતો જાય છે મહતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડતા આકરા ઉનાળાનો અહેસાસ થવા લાગશે.

આજે સૌથી ઉંચુ મહતમ તાપમાન સુરતના મહુવાનું ૩૯.૪ ડિગ્રી નોંધાયુ હતુ.

જયારે ભુજ ૩૮.૨ ડિગ્રી, રાજકોટ ૩૭.૯, સૂરત ૩૭.૬, અમરેલી ૩૭.૪, કંડલા (એરપોર્ટ) નલીયા, સુરેન્દ્રનગર ૩૭.૩ દિવ ૩૬.૬, વલસાડ ૩૬.૪, ડીસા ૩૬.૦ પોરબંદર વલ્લભ વિદ્યાનગર ૩૫.૭ ડિગ્રી, અમદાવાદ ૩૫.૦, ગાંધીનગર ૩૪.૫ ડિગ્રી, દ્વારકા ૩૧.૬, વેરાવળ ૩૦.૧, ડિગ્રી મહતમ તાપમાન આજે સાંજે નોંધાયુ છે.

(8:11 pm IST)