Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ધોરાજી ફરેણી સ્વામિનારાયણ વિદ્યાધામના વિદ્યાર્થીઓ ભાગી જાય તે પહેલા હેમખેમ મળ્યા

ધોરાજી, તા. ૭ : ફરેણી સ્વામિનારાયણ વિદ્યાધામમાં ધો. ૭માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સોમવારે સાંજે ૭:૩૦ કલાકે આસપાસ સંકુલ છોડી નાસી જતા પગપાળા ફરેણીથી મોટા ગુંદાળા ત્યાંથી ધોરાજી તરફ પટેલ વિરાટ હોટલ સુધી આવી ત્યાં હોટલમાં ભોજન લઇ જામનગર જઉ છે તેમ કહી ધોરાજી માર્કેટીંગ યાર્ડ નેશનલ હાઇવે ઉપર રાત્રીના ૯:૩૦ કલાક આસપાસ ઉભા હતાં. આ સમયે ધોરાજી મેમણ સમાજના અગ્રણી હાજી અફરોજભાઇ લક્કડકુટા, હાજી બાસીદભાઇ પાનવાલા, નયનભાઇ કુહાડીયા વિગેરે ત્યાંથી પસાર થતાં બે સ્કૂલ ડ્રેસ પહેરેલ ૧ર વર્ષના વિદ્યાર્થીઓ રરસ્તા ઉપર જોતા અને બન્ને વિદ્યાર્થીઓએ હાથ ઉંચા કરી ગાડી રોકતા  આગેવાનોએ ગાડી રોકી પૂછપરછ કરતા જામતમા જાઉ છે.

હાજી અફરોજભાઇ લક્કકુટા વિગેરેએ વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા તે વિદ્યાર્થીઓ ફરેણી સ્વામિનારાયણ વિદ્યાધામમાં ધો. ૭માં અભ્યાસ કરતા હોવાનું જણાવેલ અને સાંજે ૭ વાગ્યે સંકુલમાંથી સા.મા. ત્રાસના કારણે નાસી ગયાનું જણાવેલ. બાદ બન્ને બાળકો કયા ગામના છે તે પૂછપરછ કરતા એક જામનગર અને એક જુનાગઢના માખીયાળા ગામનો હોવાનું જણાવતા થોડી વારમાં એનસીપી -ધોરાજીના પ્રમુખ રમેશભાઇ સોજીત્રા ત્યાંથી નીકળતા બંને માખળીયાળા વાળાને ઓળખતા હોવાનું જણાવતા બન્ને વિદ્યાર્થીઓને રમેશભાઇ સોજીત્રાને સોંપી દીધેલ અને માખીયાળા સુધી પહોંચાડી દેવા તેવોએ ખાત્રી આપેલ હતી.

બાદ રમેશભાઇ સોજીત્રા બન્ને વિદ્યાર્થીઓને માખીયાળા ખાતે લઇ જઇ તેમના વાલીઓને સોંપેલ હતાં. આ સમયે માખીયાળા ફેરવી સ્વામિનારાયણ મંદિરના સંત આવેલા જેમને પણ આવી બેદરકારી રાખવા બાબતે વાલીઓએ ખખડાવી નાખ્યા હતાં.

ઉપરોકત બાબતે ધોરાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધતા તેવોએ જણાવેલ કે સોમવારે સાંજે ૭ વાગ્યા બાદ બે વિદ્યાર્થી ગુમ થયા છે એવું જણાવેલ પરંતુ કોઇ ગુમ સુધા લખાવેલ નહીં અને ફોટા લઇને અમે ફરી ગુમસુધા ફરીયાદ લખાવવા આવશું બાદ કોઇ આવેલ નહીં અને આજે બન્ને વિદ્યાર્થીઓ મળી ગયા છે એવું ઓમને ફોન દ્વારા જાણ કરેલ છે. આ બાબતની કોઇ નોંધ કરવામાં આવેલ નથી.

(1:05 pm IST)