Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

રંઘોળા અકસ્માતનો મૃત્યુઆંક ૩રઃ અનિડા-તળાજામાં શોકનું મોજ

અકસ્માતનુ ઘટના સ્થળ રંઘોળા ગામે મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવા હનુમાન ચાલીસાના પાઠ-શોકસભાઃ આગામી દિવસોમાં ભાગવત સપ્તાહનુ આયોજન કરાશે

અકસ્માતનો ભોગ બનેલા મૃતકો :.. ભાવનગર : રંઘોળા નજીક બનેલ દુર્ઘટનામાં ૩રના મોત નિપજયા છે. મૃતકોની ફાઇલ તસ્વીર. (તસ્વીર : મેઘના વિપુલ હીરાણી, ભાવનગર)

ભાવનગર તા.૭: ભાવનગર જીલ્લાના અનીડા ગામની જાનને ભાવનગર-રાજકોટ હાઇવે પર રંઘોળાપુલ પાસે અસ્માત નડતા ૩૨ જાનૈયાના મોત નિપજ્યા બાદ અનિડા ગામે એક સાથે ૧૬-૧૬ની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે ગામે ગામના લોકો રડતી આંખે ઉમટયા હતા. ગામ આખું હિબકે ચડ્યુ હતુ. ખોબા જેવડા અનિડા ગામમાં ભારે માતમ છવાયો છે યુવાનીયા કોમી સમાજની પરંપરા મુજબ મૃતકોને સમાધી આપવામાં આપી હતી.

અનીડા ગામે પાષણ દ્રષ્યના માનવીને પણ હચમચાવી નાખે તેવું લોકાનું કાળુ કલ્યાંત જોવા મળ્યુ હતુ. નાના ખોવા જેવડું અને ૨૦૦ની વસ્તી ધરાવતા અનીડા ગામમાં એક સાથે ૧૬-૧૬ લોકોના મોતથી ઘરે ઘરે રોકકળ અને આંકદ છવાઇ ગયો હતો કોને કોન આશ્વાસન આપે તે સવાલો ગામના પ્રવિણભાઇ વાઘેલાના પુત્રવિજયના લગ્ન હોય ગામમાં ઉંમગ-ઉત્સાદ છવાઇ ગયો હતો જે મરણના મરશીયામાં ફેરવાઇ ગયો હતો. જીવાળીયા કોળી રીતીના રિવાજ મુજબ દફન કરવાનું હોય જેસીબી દ્વારા ખાડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા.

ગામમાં એક સાથે ૧૬-૧૬ની અંંતિમયાત્રા નીકળી હતી ત્યારે લોકોની આંખોમાંથી આસુ બંધ થતા નથી. અનિડા ગામ, આજુ બાજુ ગામના લોકો અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,  હિરાભાઇ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના આગેવાનો, કોળી સમાજના અગ્રણીઓ અંતિમયાત્રા સમયે ઉપસ્થિત રહ્યા હતા.

જયાં ૩૨ના મોત નિપજ્યા છે રંઘોળા ગામે મૃતકોને શ્રધ્ધાંજલી આપવા હનુમાન ચાલીસા પાઠ યોજવામાં આવેલ છે અને આગામી દિવસોમાં સમગ્ર ગામ દ્વારા ભાગવત સપ્તાહ યોજાશે.

ભાવનગર-રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ૩૧ જાનૈયાઓના મોત થતા રંઘોળા ગામ સજ્જડ બંધ રહ્યુ હતુ જે સ્થળે અકસ્માત સર્જાયો છે ત્યા આજે હનુમાનચાલીસાના પાઠ યોજાયા હતા. અને મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સમસ્ત ગ્રામજનો દ્વારા ટૂંક સમયમાં ભાગવત કથા પણ યોજાશે મૃતકોને શ્રધ્ધાંજલી આપવા આજે શોકસભા પણ યોજાઇ હતી.

રંઘોળા પાસે ટ્રક પલટી ખાઇ જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા ૩૧ મૃતકોમાં તળાજાના પિતા,પુત્રી અને માતા મળી એકીસાથે ત્રણેય મોતને ભેટયા હતા. જયારે આઠવર્ષનો નિલેશ ભાવનગર ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

મોતને ભેટેલા દિનેશભાઇ પરમાર,જશુબેન દિનેશભાઇ તથા હર્ષાબેન દિનેશના શબને તળાજા ખાતે  ઢાળપર આવેલ ઘરે લવાયા હતા. જયાંથી એકીસાથે ત્રણેયની નનામી નિકળતા અહી ઉપસ્થિત આસપાસના પાડોશીઓ સમાજ અને ગામના આગેવાનો પરીવાર જનોનુ આક્રંદએ સૌકોઇને હીબકે ચઢાવ્યા હતા ધ્રુજાવી મૂકયા હતા.

દુઃખદ ઘટનાના પગલે કોળી સમાજના આગેવાન ગૌતમભાઇ ચૌહાણ, દિનેશભાઇ પરમાર સહીતના ભાવનગર દોડી ગયા હતા. અંતિમયાત્રા સમયે ન.પા.ના અધ્યક્ષવતી સુરેન્દ્રસિંહ સરવૈયા, ઉપ પ્રમુખ દિનેશભાઇ પરમાર, પરેશભાઇ જાની, એ.બી.મેર, અશોકભાઇ સગર તથા ઠાકોર સમાજના લોકો, પાડોશીઓ, સ્વજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

૧૧-૧૧ ૧૦૮નો કાફલો  બચાવ કામગીરીમાં

ભાવનગર નજીકના રંઘોળા નાળા પરથી ટ્રક ખાબકતા સૌ પ્રથમ રંઘોળા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ અકસ્માતની ગંભીરતાને લઇ ૧૦૮ હેડ કર્વાટસમાંથી ગઢડા, સિંહોર, દામનગર, ઢસા, વલભીપુર, ટાણા, ભાવનગર થી ૪ સહિત એક સાથે ૧૧-૧૧  ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો બચાવ કામગીરીમાં જોડાયો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પીટલ ખસેડાયેલ.

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યકત કર્યુ

પીએમ ઓના ટ્વીટ હેન્ડલ પરથી ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લખ્યુ છે કે આ દુઘર્ટનામાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ ઉપરાંત  ઘાયલો જલદી સાજા થઇ જાય તેવી કામના વડાપ્રધાન મોદીએ કરી હતી.

મંત્રી સહિતના દોડી આવ્યા

અકસ્માતને પગલે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘેલા, સાંસદ, મેયર, કલેકટર, ડી.એસ.પી.સહિતના આગેવાનો પદાધીકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.(૧.૫)

તળાજામાં ત્રણ મૃતદેહો લવાયા ત્યારે વૃધ્ધ માતાને અન્ય બહાનુ બતાવીને ઘરની બહાર મોકલી દેવાયા

ભાવનગર : તળાજામાં દિકરા દિનેશભાઇ રવજીભાઇ પરમાર સાસરે લગ્ન હોઇ પત્ની, દિકરા-દિકરી સાથે લગ્નમાં ગયા હોઇ અને ત્યાં ગમખ્વાર અકસ્માતમાં દિકરો-દિકરાના વહુ, અને પૌત્રી મળી એકી સાથે ત્રણેયના મોતનો આઘાત શ્રમજીવી માતા બાલુબેન પરમાર સહન ન કરી શકે તેવી તેમની માનસીક સ્થિતિ સર્જાતા તેમને અન્ય બહાનુ ધરી શબો ઘરે લાવવાના સમયે બહાર મોકલી દેવાયા હતાં.

દિનેશભાઇ પરમાર, ભુરાણી પેટ્રોલ પંપની ગેસની ગાડી ચલાવવાનું કામ કરતા હતાં. જયારે તેમના માતાએ પોતાના સંતાનોને પેટે પાટા બાંધી મોટા કર્યા હતાં.

(12:02 pm IST)