Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

રંઘોળા પાસેની દુર્ઘટનાઃ મૃતકોના પરિવારને સાંત્વના - ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - જીતુભાઇ વાઘાણી

ભાવનગર : ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ રંઘોળા ખાતે બનેલ ટ્રક દુર્ઘટના ના મૃતકોના સ્વજનને સાંત્વના પાઠવવા તેમજ ઘાયલોની ચોકસાઈપૂર્વક સારવાર થાય તે હેતુસર રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના પદાધિકારીઓએ સર ટી હોસ્પિટલ ભાવનગરની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે આ કમનસીબ બનાવમાં ૩૦ લોકોના મૃત્યુ થયા છે અને ૪૫ ઘાયલ લોકોની સર ટી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર થઈ રહી છે ૧૩૦ યુનિટ બ્લ્ડ ડોનેશન દાતાઓએ કર્યુ છે તેમણે મ્રુતકોના સ્વજનોને તેમણે સાંત્વના આપી હતી તેમજ ઘાયલોની અત્યંત ચોકસાઈપૂર્વક સારવાર કરવા ફરજ પરના તબીબી સ્ટાફને જરૂરી સુચનાઓ આપી હતી. તેમણે મ્રુતકોના પરિવારજનોને તાત્કાલિક અસરથી મૃતક દિઠ રૂપિયા ૪ લાખની સહાય ચુકવાશે તેમ જણાવી ઘાયલોની સારવારનો ખર્ચ રાજય સરકાર ઉઠાવશે તેમ પણ વધુમાં ઉમેર્યુ હતુ.  આ મુલાકાત વેળાએ પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, રાજુલાના ભૂતપુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, મેયર નિમુબેન, શહેરના અગ્રણી સનત મોદી, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ ઠાકર, પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદારો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સેવાભાવી સંસ્થાના કાર્યકરો હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:57 am IST)