Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ભત્રીજીના પ્રેમમાં એક તરફી પાગલ બનેલા કાકાએ છરીના ઘા ઝીંકયા બાદ પોતાના પેટમાં પણ છરી ઝીંકી

૧૮ વર્ષીય ભત્રીજીના પ્રેમમાં પાગલ ૩૦ વર્ષનો કાકો સબંધની ગરીમા ભૂલ્યો

ભુજ તા. ૭ :.. નખત્રાણાના નિરોણા ગામે કલીયુગી કાકાના એક તરફી પ્રેમે કરેલી હરકતો એ ચકચાર સર્જી છે.

લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલી ૧૮ વર્ષીય ભત્રીજીનો હાથ પકડીને ૩૦ વર્ષીય કાકા કાનજી ગીગા મહેશ્વરીએ પોતાને પ્રેમ કરવાનું કહીને જબરદસ્તી કરી હતી. ભત્રીજી કાકાની હરકતો અને એકતરફી પ્રેમને તાબે ન થતાં પ્રેમમાં પાગલ બનેલા કાકા કાનજી ગીગા મહેશ્વરીએ ભત્રીજીને કમર નજીક છરીના ઘા ઝીંકયા હતાં.

ત્યારબાદ પોતાને પણ પેટમાં છરી ભોંકી દીધી હતી ઘાયલ અવસ્થામાં કાકો ભત્રીજી બને ને ભુજની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

(11:56 am IST)