Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

હળવદમાં યુવાનો ઘેર ઘેર જઇ સુંદરકાંડના પાઠનો કરે છે સેવાયજ્ઞ

સ્વૈચ્છિક મળેલ ફાળાનો અબોલ જીવોના ઘાસચારા માટે ઉપયોગ

હળવદ તા.૭: હળવદના યુવાનો દ્વારા ગામમાં અનોખો ધાર્મિક સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. યુવાનો દર મંગળવારે લોકોના ઘેર જઇને સંગીતમય સુંદરકાંડના પાઠનું ગાન કરે છે. નિશુલ્ક રીતે થતી આ પ્રવૃતિમાં જો કોઇ લોકો સ્વૈચિછક રીતે ભેટ આપે તો આ બધી રકમ એકત્રીત કરીને અબોલ જીવોને ઘાસચારા માટે આપી દેવામાં આવે છે. સીતારામ યુવક મંડળના નેજા હેઠળ યુવાનોએ અત્યાર સુધીમાં કુલ ર૭પ જેટલા સુંદરકાંડના પાઠ પુર્ણ કરેલ છે. લોકો નિયમીત રીતે પોતાના ઘેર સુંદરકાંડના પાઠ કરાવવા અગાઉથી મંડળનો સંપર્ક કરતા હોય છે.

(11:45 am IST)