Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ગીર સોમનાથ જીલ્લા કોળી સમાજ દ્વારા રમતોત્સવ

વેરાવળ : સોમનાથ સદ્ભાવના મેદાનમાં એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગીર સોમનાથ જીલ્લા કોળી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતના કોળી સમાજના રમતવીરોને પ્રોત્સાહન મળે તે હેતુથી રમતોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલુ જેમાં સમગ્ર ગુજરાતના ખુણે ખુણેથી આવેલા ર૬પ રમતવીર ભાઇઓ-બહેનો એ ૧૦૦ મી દોડ ૪૦૦ મી દોડ ૧૬૦૦ મી. દોડ પ૦૦૦ મી. દોડ, ગોળા ફેક, લાંબી કુદ, ઉંચી કુદ જેવી ૮ રમતોની સ્પર્ધાઓમાં ભાગ લીધો તેમજ મનોરંજન માટે રસાખેસ તેમજ ઇતર પ્રવૃતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કૌશલ્ય કળામાં ભાઇ-બહેનો જુદી જુદી કલા રજૂ કરી હતી. સ્પર્ધાના વિજેતાઓ અને રમતવીરોને ઇનામો અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાયા  રમોતત્સવમાં જૂનાગઢ જીલ્લાનાં સાંસદ રાજેશભાઇ ચુડસમા, વેરાવળ - સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડસમા, ઉના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, માંગરોળ ધારાસભ્ય બાબુભાઇ વાજા, પૂર્વ ધારાસભ્યો ભગવાનજીભાઇ કરગઠીયા, તથા જેઠલાલ જોરા, જૂનાગઢના પૂર્વ મેયર ગીતાબેન માલમ તથા જુનાગઢ કૃષિ યુનિ.નાં વૈદેભાઇ માલમ, આર. એફ. ઓ. રાજુભાઇ વંશ, ગીર સોમનાથ જિલ્લા કોળી સમાજ આગેવાન રમેશભાઇ કેશવાલા તથા એડવોકેટ દેવાભાઇ ધારેચા, તેમજ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલ આગેવાનો ગીર સોમનાથ જીલ્લા વેરાવળ તથા પાટણ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહીત કર્યા અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો  આ આયોજનની કામગીરી ગીર સોમનાથ જીલ્લા કોળી સમાજ તથા પ્રભાસ પાટણ પોલીસમાં કાર્યરત એવા ગોવિંદભાઇ વંશ તથા કોળી સમાજના પોલીસ કર્મીઓ તેમજ ગ્રાઉન્ડ નિરીક્ષક તરીકેની કામગીરી ગીર સોમનાથ જીલ્લા રમત ગમતના સીનીયર કોચ કાનજીભાઇ ભાલીયા તથા તેમની ટીમે સંભાળી હતી. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ -વેરાવળ)

(11:42 am IST)