Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

માળીયામિંયાણાના નવાગામ-વિદરકાની સીમમાં બે દેશીની ભઠ્ઠી પર દરોડા

તસ્વીરમાં પકડાયેલ દેશી દારૂનો જથ્થા સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ રજાક બુખારી માળીયાયિંાણા)

માળીયામિંયાણા તા.૭: માળીયામિંયાણા પોલીસે નવાગામ અને વિદરકાની સીમમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ.૨૮,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી દારૂની બદ્દી નાબુદ કરવા માટે મોરબી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જીલરીયા મહિપતસિંહ સોલંકી રમેશભાઇ રાઠોડ તથા જયદેવસિંહ ઝાલાલ અમૃતભાઇ પટેલ સહીતનો પોલીસ સ્ટાફ માળીયામિંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મહિપતસિંહ સોલકીને  બાતમી મળતા નવાગામ વિદરકા વચ્ચેની સીમમાં બાવળની જાળીમાં ચાલુ બે ભઠ્ઠીઓ પર દરોડો પાડતા એક બુટલેગર પોલીસને જોઇ નાસી છુટયો હતો જે ઇકબાલ હાજી મોવર રહે. વિદરકા વાળો નાસી ગયો હતો જેમા પોલીસે સ્થળ પરથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠીઓ અને દેશીદારૂ ૧૧૫૦ લીટર કિમત રૂ.૨૩૦૦૦ તથા ૨૧૦૦૦ લીટર આથો કિંમત રૂ.૪,૨૦૦ અને બે લોખંડના પીપ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ રૂ.૨૮,૨૦૦ નો મુદામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:39 am IST)