Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઉપલેટાના રોનક મકવાણાએ ઝેરી દવા પી જીવાદોરી કાપી

કારણ અકબંધઃ જૂવાનજોધ પુત્રના અંતિમ પગલાથી પરિવરમાં અરેરાટી

ઉપલેટા તા. ૭ : અહીયા આશાસ્પદ યુવકે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી જીવાદોરી કાપી નાખતા તેના પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે.

વિગત મુજબ ઉપલેટા ખાતે રહેતા રોનક વલ્લભભાઇ મકવાણા (ઉ.૩૪) એ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને સ્થાનિક ખાનગી હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

જયાં તેનું પ્રાણ પંખેરૂ ઉડી જતા પોલીસે જરૂરી કાગળો કરી આપઘાતનું કારણ જાણવા તપાસ આગળ ધપાવી છે.

ચોરાઉ મોટર સાયકલ સાથે દેવીપૂજક શખ્સ પકડાયો

બીજા બનાવમાં વિક્રમ ચોક પાસેથી પોલીસે બાંટવાના દેવીપૂજક ભરત બાબુ પરમારને ચોરાઉ હીરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-૦૩ એચ. આર. ૮૭૭૪ સાથે પકડી જમાદાર મુળજીભાઇએ પુછતાછ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)