Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કાલાવડના નવાગામની તાલુકા શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સોટી મારતા સારવાર માટે ખસેડાયો

માસૂમ બાળકને બંને પગ પર સોટીના મારના અસંખ્ય લાલ ચાઠા

 

જામનગર: કાલાવડ તાલુકાની એક સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સોટી વડે માર મારતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની ફરજ પડી છે.મળતી વિગત મુજબ જીલ્લાના કાલાવડ તાલુકામાં આવેલી નવાગામ તાલુકા શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યા હતો ધોરણ માં અભ્યાસ કરતા મિહિરને શાળાના શિક્ષકે સોટીઓ વડે ફટકાર્યો હોય માસૂમ બાળકને બંને પગ પર સોટીના મારના અસંખ્ય લાલ ચાઠા પડી ગયા હતા માર માસૂમ સહન કરી ના સકતા તેને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

   શિક્ષકના મારનો ભોગ બનેલા માસૂમે જણાવ્યું હતું કે તેણે લેશન કર્યું ના હોય જેથી શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે બાળકને બેરહેમીથી માર મારવાને પગલે પરિવારમાં ઉગ્ર આક્રોશ છવાયો હતો. બાળક અહીં દાદા સાથે રહેતો હોય દાદાએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ પહોંચીને મામલે ફરિયાદ કરી હતી.

  બનાવ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલે જણાવ્યું હતું કે બપોરે દોઢ વાગ્યે અંગેની ફરિયાદ મળતા તુરંત કાલાવડ કેળવણી નિરીક્ષકને સ્થળ પર મોકલ્યા હતા અને બાબતે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે જે રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. બાળકને માર મારનાર શિક્ષકનું નામ કાન્તીભાઈ અકબરી હોવાનું તેમજ તે અગાઉ CRC કો-ઓર્ડીનેટર હોય બાદમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

(9:10 am IST)