Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વ્યાજખોરોના ત્રાસમાથી રાજકોટ ગ્રામ્યની જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગરૂપે લોન મેળાનું આયોજન કરતી રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ

ગોંડલ :લોન મેળાનું આયોજન તા.૦૯/૦૨/૨૦૧૩ કલાક ૧૦/૩૦ ટાઉન હોલ ગોંડલ ખાતે કરવમા આવેલ છે

  ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં વ્યાજખોરો વિરુધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરુધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબાર જાહેર લોક સવાદ નુ આયોજન કરવામા આવેલ આ જાહેર લોક સંવાદમા વ્યાજખોરો વીરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી સારો પ્રતિસાદ સાપડીયો હતો.

અશોકકમાર યાદવ પાલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ નાં  માર્ગદર્શન હેઠળ, અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી રાજકોટ ગ્રામ્ય જીલ્લાની જનતાને બચાવવાના ભગીરથી પ્રયાસના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય જીલ્લા લોન મેળાનું આયોજન હાથ ધરવામા આવેલ છે. આ લોન મેળામાં વધારેમાં વધારે પ્રજાજન હાજર રહે અને સરળતાથી લોન મેળવવા અંગે આપવમાં આવતી માહીતીઓથી તથા લોન મેળવવા માટે બેંક -NBFC તથા ધિરાણ સમસ્યાઓ તરફથી મહીતગાર કરવામા આવશે.

આ લોન મેળા માં  બેંકના અધિકારીઓ તરફથી નાણાની જરૂરીયાત ધરાવતા લોકોને સહેલાઇથી અને ઓછા વ્યાજે નાણા મળી રહે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામા આવશે જેથી ગેર કાયદેસર રીતે નાણા ધીરનાનો ધંધો કરી ખુબ જ ઉચુ વ્યાજ મેળવી અને વ્યાજ ન આપે તો નાણા મેળવનારની મીલકત હડપ કરનારાઓથી પ્રજાને બચાવી શકાય તેવા ઉમદા હેતુથી લોન મેળાનું આયોજન તા.૦૯/૦૨/૨૦૧૩ કલાક ૧૦/૩૦ સ્થળ-ટાઉન હોલ ગોંડલ ખાતે કરવમા આવેલ છે.

(11:43 pm IST)