Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મોરબી જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં વિકલાંગોને સહાયક ઉપકરણો વિતરણ કરાયા.

મોરબી : પંચમુખી હનુમાનજી એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી ખાતે કલેક્ટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રણવ દેસાઇ વોઇસ ઓફ એસએપી દ્વારા આશીર્વાદ ટ્રસ્ટ ફોર સાયલા મારફતે મોરબી જિલ્લાના ૮૫ વિકલાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં  જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા ઉપરાંત વૈશાલીબેન જોષી (એસડીઓ), ઇલાબેન ગોહિલ (ડેપ્યુટી ડીડીઓ) બળવંતસિંહ ચૌહાણ (જિલ્લા રમત ગમત અધિકારી), ડૉ. વિપુલ સેરસિયા (જિલ્લા બાળ સુરક્ષા અધિકારી) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:50 pm IST)