Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મોરબીના જાંબુડિયા પાસેથી ચીલઝડપ કરનાર ઝડપાયો: ૨૩ મોબાઈલ અને બાઈક કબજે લીધા.

૨૩ મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો.

મોરબીના જાંબુડિયા ગામ પાસેથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ કરતા ૨૩ મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ રીકવર કરી એલસીબી ટીમે વધુ તપાસ ચલાવી છે

મોરબીના જાંબુડિયા ગામ પાસેથી મોબાઈલ ફોનની ચીલઝડપનો બનાવ બન્યો હતો જેને પગલે મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશ ચાવડા (ઉ.વ.૨૧) રહે મોરબી ૨ રામકૃષ્ણનગર વાળાને ૨૩ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને એલસીબી કચેરી લાવ્યા હતા જ્યાં આઓર્પીની સઘન પૂછપરછ કરતા મોબાઈલ તેને મિત્રો સાથે મળીને મોરબીના બેલા, રંગપર, ઘૂટું રોડ, લખધીરપુર રોડ, જાંબુડિયા, સરતાનપર રોડ, માટેલ ધુવા રોડ પરના કારખાના વિસ્તારમાં મજુર પાસેથી ચીલઝડપ કરીને આચકી લીધા હોવાની કબુલાત આપી હતી
જેથી ઝડપાયેલા આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાંબુડિયા પાસેથી થયેલ ચીલઝડપ વાળો મોબાઈલ મળી આવ્યો હતો અને આરોપી પાસેથી કુલ ૨૩ મોબાઈલ કીમત રૂ ૧.૧૫ લાખ અને બાઈક કીમત રૂ ૧૫ હજારનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ માટે મોરબી તાલુકા પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે
શું હતી મોડેસ ઓપરેન્ડી ?
ઝડપાયેલ આરોપી પોતાના મિત્રો સાથે રાત્રીના સમયે અલગ અલગ કારખાના વિસ્તારમાં પગે ચાલીને જતા મજુરોના હાથમાં રહેલ મોબાઈલ ફોનની ચીલઝડપ કરી અને કારખાનાનું નામ પૂછવાના બહાને ઉભા રાખી મોબાઈલ ફોન આચકી નાસી જતા હતા
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ, એલસીબી ટીમ અને ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.

(10:39 pm IST)