Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

લીલીયાનાં હાથીગઢમાં જુના મનદુઃખમાં મહિલા સહિત પરિવારને ધમકી

અમરેલી તા.૭ : લીલીયા તાલુકાના હાથીગઢ ગામે શારદાબેન ઘનશ્યામભાઇગજેરા ઉ.વ.૬પના પતિને વિમલના પિતા કમલેશભાઇ સાથે ખેતી પાકના વેચાણ બાબતે અગાઉ મનદુઃખ થયેલ. જેનુ ઘરમેળે સમાધાન થઇ ગયેલ હોવા છા વિમલ કમલેશભાઇ ધોરાજીયાએ હાથમાં છરી લઇ ઘરે આવી ગાળો બોલી શારદાબેન તેના પતિ અને બંન્ને દિકરાઓને ધમકી આપ્યાની લીલીયા પલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલાના ભેંકરા નજીકબાઇક સ્લીપ થઇ જતાપ્રૌઢનું મોત

સાવરકુંડલા તાલુકાના ભેંકરા નજીક  બાઇક સ્લીપ થઇ જવાથી જીવરાજભાઇ રણછોડભા કલસરીયાને માથામાં ગંભીર  ઇજા થતાનું તેમનું મોત નીપજયાનું તેમના મોટાભાઇ રૂખડભાઇ કલસરીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બાબાપુરમાં ગાળો બોલવાનીના પાડતા વૃધ્ધ પર હુમલો

અમરેલી તાલુકાના બાબાપુરમાં ભનુભા ગોવિંદભાઇ ચૌહાણ ઉ.વ.૬પ ના ઘર પાસે હસમુખ કિશોર ગાળો બોલતા ઠપકો આપતા ઉશ્કેરાઇ લાકડી વડે તેમજ ઢીકાપાટુનો માર મારતા રાડો પાડતા દિકરી ધર્મિષ્ઠા અને તેમના પત્નિ તથા આજુબાજુના  લોકો આવીજતાં વધુ મારથી બચાવેલ. આ બનાવ અંગે અમરલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(3:48 pm IST)